શેરબજારમાં તેજીનો માહોલ, નિફ્ટીએ વટાવી 17,600ની સપાટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: આજે તહેવારના દિવસે ભારતીય શેરબજારે ગેપ ઓપન કરીને ઓપનિંગ આપી છે. લગભગ 9:16 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 585.21 પોઈન્ટ્સ એતલે કે, 0.99 ટકાના વધારા સાથે 59402.50ની સપાટીએ જોવામાં આવ્યો હતો, જ્યારે નિફ્ટી 161.40 પોઈન્ટ્સ એટલે કે, 0.92 ટકાના વધારા સાથે 17696.20ની સપાટીએ કારોબાર કરી રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ પણ તેજી સાથે કારોબારની શરૂઆત કરી હતી. જ્યારે PSU બેન્કો ઉપરાંત IT સેક્ટરમાં પણ સારી તેજી જોવા મળી છે.

અગાઉ ફુગાવામાં રાહતના અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારોમાં રિકવરી જોવા મળી રહી છે. અમેરિકી બજારો ઝડપથી વધીને અઢી મહિનાની ટોચે પહોંચી ગયા હતા. ડાઉ જોન્સમાં 535 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે નાસ્ડેક પણ 325 પોઈન્ટ ઉછળીને દિવસની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX NIFTY 200 અંકોના ઉછાળા સાથે 17750ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.

કારોબારની શરૂઆતની 15 મિનિટમાં નિફ્ટી 17700 સુધી નીચે આવી ગયો છે. જોકે, આ સમયે તેના 50માંથી 46 શેરોમાં તેજી સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. બાકીના 3 શેરો ઘટાડા પર છે અને એક શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 411.10 પોઈન્ટના ઉછાળા સાથે 1.07 ટકાના વધારા સાથે 38,698ની સપાટીએ પર ટ્રેડ કરી રહ્યો છે.

ADVERTISEMENT

ક્રૂડ $97 પ્રતિ બેરલ
ડાઉ ફ્યુચર 100 પોઈન્ટની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. કાચા તેલમાં મામૂલી વધારા સાથે $97 પ્રતિ બેરલ પર કારોબાર થઈ રહ્યો છે. અગાઉના ટ્રેડિંગ દિવસે બુધવારે FII એ ભારતીય બજારોમાંથી રૂ. 1062 કરોડની રોકડ ખરીદી કરી હતી જ્યારે DII એ રૂ. 768 કરોડનું વેચાણ કર્યું હતું.

ડોલર સામે રૂપિયો થયો મજબૂત
ભારતીય રૂપિયામાં મામૂલી રિકવરી જોવા મળી રહી છે. રૂપિયો 79.24 ની સપાટી પર ખુલી રહ્યો છે અને 79.28 ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. પાછલા ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 79.52 ના સ્તર પર ટ્રેડિંગ દરમિયાન બંધ થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT