Budget 2024: નાણામંત્રી પૂર્ણ બજેટ ક્યારે કરશે રજૂ? શું હશે ખાસ? A to Z માહિતી...

ADVERTISEMENT

Budget 2024 Updates
Budget 2024 Updates
social share
google news

Budget 2024 Updates: વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની NDA સરકારના શપથ ગ્રહણ સાથે દેશ પૂર્ણ બજેટ 2024-25 ની જાહેરાતની રાહ જોઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત સાથે જુલાઈના ત્રીજા સપ્તાહમાં બજેટ રજૂ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 22 જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સત્ર 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. જોકે, કેટલાક અન્ય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે નાણામંત્રી 18 જુલાઈના રોજ બજેટ રજૂ કરી શકે છે. જો કે, કેન્દ્રીય બજેટ રજૂ કરવાની હજુ કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી.

પ્રિ-બજેટ બેઠકમાં શું થયું?

નાણામંત્રી નિર્મલા સીતારમણે 20 જૂનના રોજ પ્રી-બજેટ બેઠક યોજી હતી. જેમાં તેમણે બજેટ પહેલા ઉદ્યોગ જગતના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. 21 જૂને નિર્મલા સીતારમણે બજેટને લઈને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી. નિર્મલા સીતારમણ સાથેની પ્રી-બજેટ મીટિંગ દરમિયાન, ભારતીય ઉદ્યોગે અનેક મુખ્ય પ્રાથમિકતાઓ પર ભાર મૂક્યો હતો. આમાં સામાન્ય માણસ પર કરનો બોજ ઘટાડવા, મૂડી ખર્ચ જાળવી રાખવા અને ખાદ્ય ફુગાવાને અંકુશમાં લેવાનાં પગલાંનો અમલ કરવાનો સમાવેશ થાય છે. મનીકંટ્રોલ રિપોર્ટ અનુસાર, પ્રતિનિધિઓએ નાણામંત્રીને ક્લાઈમેટ ચેન્જ અને GDP ના વર્તમાન 1.4 ટકાથી કૃષિ વિકાસને પુનર્જીવિત કરવા માટે લઈ શકાય તેવા પગલાં અંગે સૂચન કર્યું છે. સહભાગીઓએ કેટલાક કૃષિ ઇનપુટ્સ પર GST દરો ધ્યાનમાં લેવાનું પણ સૂચન કર્યું હતું.

Bank Holidays in July: જુલાઈ મહિનામાં 4 કે 5 નહીં 12 દિવસ બેંકો રહેશે બંધ, આ રહ્યું આખું લિસ્ટ


નાણામંત્રી બજેટ રજૂ કરીને રચશે ઈતિહાસ 

મોદી 3.0 હેઠળ આ પ્રથમ કેન્દ્રીય બજેટ હશે અને નિર્મલા સીતારમણ તેની સાથે ઇતિહાસ રચવા માટે તૈયાર છે, કારણ કે તે સતત સાત બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બનશે. જેમાં છ પૂર્ણ બજેટ અને એક વચગાળાના બજેટનો સમાવેશ થાય છે. આમ કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈના રેકોર્ડ બ્રેક કરશે.

ADVERTISEMENT

આ બજેટમાં શું હશે ખાસ?

લોકસભા ચૂંટણી 2024ની અસર આ બજેટમાં જોવા મળશે. ભાજપ આ બજેટમાં જનતા માટે કેટલીક આકર્ષક જાહેરાતો કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામાન્ય જનતા, કરદાતાઓ અને નોકરીયાત લોકો માટે આ સંપૂર્ણ બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. આ વખતે સરકારનું ધ્યાન મધ્યમ વર્ગ પર પણ હોઈ શકે છે. આવકવેરામાં રાહત મળવાની આશા છે. એવા પણ અહેવાલો છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં આવનારા બજેટમાં ટેક્સ નિયમોમાં ફેરફાર કરવા વિચારી રહ્યા છે. સાથે જ બજેટમાં મોંઘવારી પર પણ કાબૂ મેળવી શકાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT