Budget 2024: શેર માર્કેટ પર શું થશે બજેટની અસર, તેજી આવશે કે થશે ધડામ?

ADVERTISEMENT

Budget 2024
Budget 2024
social share
google news

Budget 2024: શેર માર્કેટની કેન્દ્રીય બજેટ પર બાજ નજર રહે છે, કારણ કે તેનાથી મોટાભાગના સેક્ટર અને કંપનીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થાય છે. આ કારણે જ બજેટની તારીખ નજીક આવતા જ સ્ટોક માર્કેટ થોડું સતર્ક થઈ જાય છે અને પ્રોફિટ બુકિંગ વધુ તેજ થઈ જાય છે.

બજેટ પર રોકાણકારોની નજર

રોકાણકારોને લાગે છે કે બજેટમાં ટેક્સ અથવા અન્ય ફેરફારો થઈ શકે છે, જેની તેમના રોકાણ પર નકારાત્મક અસર થઈ શકે છે. ખાસ કરીને તેમની નજર આ વાત પર છે કે ક્યાંક લૉન્ગ ટર્મ કેપિટલ ગેન  (LTCG) ટેક્સમાં ક્યાંય કોઈ ફેરફાર તો નથી થઈ રહ્યોને અથવા કોઈપણ એસેટ ક્લાકનો હોલ્ડિંગ પિરિયડ તો નથી બદલાઈ રહ્યોને. ચાલો જાણીએ કે શેર માર્કેટને આ વખતે બજેટમાંથી શું અપેક્ષા છે અને તેને કઈ વાતનો ડર છે. સાથે જ બજેટ પછી શેરબજારમાં કેવો માહોલ રહેશે?

F&O પર વધી શકે છે ટેક્સ

આ વખતે પણ શેર માર્કેટ હંમેશાની જેમ બજેટ પહેલા સતર્ક થઈ ગયું છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગને લઈને પણ ચિંતાનો માહોલ છે. છેલ્લા ઘણા સમયથી માર્કેટ રેગુલેટર સેબીથી લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણ સુધી  F&O ટ્રેડિંગમાં રિટેલ રોકાણકારોની વધતી સંખ્યાને લઈને ચિંતિત છે. સેબીના આંકડા દર્શાવે છે કે 10માંથી માત્ર 1 જ F&O ટ્રેડરને જ ફાયદો થાય છે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બજેટમાં F&Oથી થતી કમાણી પર ટેક્સ વધારવામાં આવી શકે છે. 

ADVERTISEMENT

લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ

એક્સપર્ટનું માનવું છે કે અત્યારે મોદી સરકાર કેપિટલ ગેઈન ટેક્સ રેટ વિશે વધારે વિચારી રહી નથી. જોકે, મોદી સરકાર ટેક્સ રેટને તર્કસંગત બનાવવા માટે કેટલાક ઉપાયો કરી શકે છે. આનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે કે ટેક્સ રિજીમ સ્થિર જ રહેશે. તેમાં રિટેલ રોકાણકારોથી લઈને ઘરેલું અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ સામેલ છે. હાલમાં દેશમાં મલ્ટીપલ કેપિટલ ગેઈન ટેક્સ રેટ છે, જે ટ્રાન્સફર કરવામાં આવતી કેપિટલ એસેટના આધારે અલગ-અલગ હોઈ શકે છે. 

જોકે, જેફરીઝ જેવી રેટિંગ એજન્સીઓનું માનવું છે કે સરકાર રિટેલ ઈન્વેસ્ટર્સ માટે કેપિટલ ગેઈન ટેક્સ વધારી શકે છે. હજુ શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 અને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેર્સ 15 ટકા છે. જો તેમાં કોઈ વધારો કરવામાં આવે છે, તો બજાર તેના પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી શકે છે.

ADVERTISEMENT

નાણાકીય છેતરપિંડી પર લગામ

શેર માર્કેટના નામે નાણાકીય છેતરપિંડી ઘણી વધી ગઈ છે. ખાસ કરીને ટેલિગ્રામ, ફેસબુક અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ દ્વારા. ઘણી વખત જાણીતી હસ્તીઓના નામે રોકાણકારોને છેતરવાના પ્રયાસો કરવામાં આવે છે. બ્રોકિંગ પ્લેટફોર્મ ઝેરોધાના ફાઉન્ડર નીતિન કામત અને NSE ચીફ આશિષ કુમાર ચૌહાણે ફરિયાદ કરી ચૂક્યા છે કે કેટલાક ફેક મેસેજમાં તેમના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, તેમણે કોઈ પણ શેરમાં પૈસાનું રોકાણ કરવાનું સૂચન કર્યું ન હતું. 

ADVERTISEMENT

બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત

ઘણા ફાઈનાન્શિયલ ઈન્ફુલએન્સર પર પણ શેરની કિંમતમાં હેરફેર કરવાનો આરોપ લાગ્યો છે. આવી સ્થિતિમાં, અપેક્ષા છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ શેરબજારમાં છેતરપિંડી રોકવા માટે બજેટમાં કોઈ નક્કર જાહેરાત કરી શકે છે.

બજેટ પછી શેરબજારની સ્થિતિ?

બજેટ પછી શેર માર્કેટની કેવી સ્થિતિ રહેશે, તે મોટાભાગે નાણામંત્રી નિર્મલા સીતારમણની જાહેરાતો પર નિર્ભર રહેશે. ખાસ કરીને તે સેક્ટરના શેરોમાં વધુ તેજી આવી શકે છે, જેના માટે સરકાર બજેટ ફાળવણીમાં વધારો કરશે. નિષ્ણાતોનું માનવું છે કે સરકાર બજેટમાં રેલવે, વીજળી, આવાસ અને ડિફેન્સ જેવા મોટા સેક્ટરમાં વધારે રૂપિયા ફાળવી શકે છે. આ ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર સરકારનું ખાસ ધ્યાન છે. જો આવું થાય તો બજાર જબરદસ્ત પ્રતિક્રિયા આપી શકે છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT