Budget 2024: PMAY ના આગામી તબક્કામાં 3 કરોડ ઘરોથી રુફટોપ અને સૌર મિશન સુધી, નાણામંત્રીએ જણાવી વિકાસની યોજનાઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કર્યું મોદી સરકારનું અંતિમ બજેટ
  • આ વખતે સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું
  • નાણામંત્રીએ ઘણા મુદ્દાઓ પર મહત્વની જાહેરાત કરી

Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ કર્યું. જોકે, આ ચૂંટણીનું વર્ષ છે, એટલા માટે આ વખતે સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. 2024ની સામાન્ય ચૂંટણી બાદ સરકાર પોતાના વિઝનને આગળ વધારવાનું કામ શરૂ કરશે. આ વચ્ચે નાણામંત્રીએ વિકાસ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર મહત્વની જાહેરાત કરી છે. આમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાથી લઈને રિન્યુએબલ એનર્જી સુધીની ઘણી મોટી જાહેરાતો છે.

1. જિલ્લાઓમાં વિકાસ
વિકાસ યાત્રામાં મહત્વાકાંક્ષી જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે.

2. પૂર્વોત્તર
કેન્દ્રીય નાણામંત્રીએ બજેટમાં પૂર્વોત્તર માટે મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે લોકોને ભારતની વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ અંગ બનાવવામાં આવશે.

ADVERTISEMENT

3. પીએમ આવાસ યોજના-ગ્રામીણ
નાણામંત્રીએ પીએમ આવાસ યોજના-ગ્રામીણના આગામી તબક્કાનું એલાન કરતા કહ્યું કે, આ યોજના હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે. તેમાંથી આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બનવામાં આવી રહ્યા છે.

4. રૂફટોપ સૌર ઉર્જા
પીએમ મોદીની મહત્વાકાંક્ષી સૂર્યોદય યોજના સાથે જોડાયેલી મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે, આ યોજના પર કામ જલ્દી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આના દ્વારા સૌર ઉર્જા દ્વારા એક કરોડ ઘરો દર મહિને 300 યુનિટ મફત વીજળી મળી શકશે. 15-18 હજાર રૂપિયાની બચત થશે.

ADVERTISEMENT

5. ઈ-વાહનનું ચાર્જિંગ
નાણામંત્રીએ કહ્યું કે મોટા પાયે ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. આનાથી વેન્ડરને મોટા પાયે કામ મળશે.

ADVERTISEMENT

6. મધ્યમ વર્ગ માટે આવાસ
મધ્યમ વર્ગ માટે યોજના બનાવવામાં આવશે. ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અથવા બનાવવાની તક મળશે.

7. સ્વાસ્થ્ય
નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે સરકાર હાલના સ્વાસ્થ્ય માળખાનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજો બનાવશે.

8. સર્વાઈકલ કેન્સર વેક્સિન
નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકાર 9થી 14 વર્ષની વયની બાળકીઓને તેની રસી લગાવવામાં આવશે.

9. માતૃત્વ અને બાળ વિકાસ
આ માટે એક વ્યાપક યોજના બનાવવામાં આવશે. આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે. ન્યુટ્રિશન 2.0ના અમલીકરણમાં તેજી લાવવામાં આવશે. રસીકરણને વધુ મજબૂત બનાવવામાં આવશે.

10. આયુષ્માન ભારત
તમામ આશા અને આંગણવાડી કાર્યકરોને તેના દાયરામાં લાવવામાં આવશે.

11. લખપતિ દીદી
નવ કરોડ મહિલાઓ સાથે સંકળાયેલા 83 લાખ સ્વ-સહાય જૂથો (self help groups) મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમની સફળતાથી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનવામાં મદદ કરી છે. તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. અમે નક્કી કર્યું છે કે લખપતિ દીદી માટેનો લક્ષ્યાંકને રૂપિયા 2 કરોડથી વધારીને રૂપિયા 3 કરોડ કરવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT