Budget 2024: ક્રેડિટ કાર્ડને લઈને બજેટમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય, જાણો શું પડશે અસર

ADVERTISEMENT

Budget 2024
ક્રેડિટ કાર્ડ ધારકો માટે કામના સમાચાર
social share
google news

Budget 2024: નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્રીય બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આમ તો ફેબ્રુઆરીમાં જ સરકારે બજેટ રજૂ કર્યું હતું, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે તે વચગાળાનું બજેટ હતું. પૂર્ણ બજેટ હવે 23 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. હવે દેશના તમામ લોકોની નજર આ બજેટ પર છે. કારણ કે આ બજેટમાં સામાન્ય જનતાથી લઈને ખેડૂતો, ઉદ્યોગપતિઓ માટે મોટા-મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. ટેક્સમાં છૂટ હોય કે સરકારી યોજનાઓ, ઘણું બધું આ બજેટ પર નિર્ભર કરે છે.

બજેટમાં આમ તો અનેક પ્રકારની જોગવાઈઓ પર નજર રહેશે, પરંતુ વર્તમાન સમયમાં ડિજિટલ પેમેન્ટ ઘણા લોકો સાથે જોડાયેલો મુદ્દો છે. મોંઘવારીના સમયમાં મોટી સંખ્યામાં લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કોઈ વસ્તુની ખરીદીથી લઈને બિલ ભરવા સુધી લોકોને ક્રેડિટ કાર્ડ દ્વારા અનેક સુવિધાઓ મળે છે. તેનાથી  CIBIL સ્કોર પણ સુધરે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

શું લેવાઈ શકે છે નિર્ણય?

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જો તમે ભારતમાં કરી રહ્યા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વિદેશ યાત્રા દરમિયાન કરો છો તો તેના પર તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે. વાસ્તવમાં વિદેશમાં ક્રેડિટ કાર્ડથી 7 લાખ રૂપિયાથી વધારેના ખર્ચને  લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ એટલે કે LRS હેઠળ લાવવાની સરકાર બજેટમાં જાહેરાત કરી શકે છે. 

ADVERTISEMENT

કેમ લઈ શકે છે સરકાર આવો નિર્ણય?

વાસ્તવમાં, સરકાર નથી ઈચ્છતી કે વિદેશી પૈસા દેશની બહાર જાય, આવી સ્થિતિમાં તેના પર લગામ લગાવવા માટે સરકાર વિદેશમાં ક્રેડિટ કાર્ડથી 7 લાખ રૂપિયાથી વધારેના ખર્ચને LRS હેઠળ લાવવાની તૈયારી કરી શકે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચને 20 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે TCSમાં લાવી શકાય છે. 

અત્યારે શું છે વિદેશમાં ક્રેડિટ કાર્ડથી ખર્ચની લિમિટ?

ભારતીય રિઝર્વ બેંક અનુસાર LRS યોજના હેઠળ ભારતમાં રહેતા લોકો એક નાણાકીય વર્ષમાં ભારતની બહાર મહત્તમ 250,000 રૂપિયા જ ખર્ચ કરી શકે છે.  આપને જણાવી દઈએ કે વચગાળાના બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્રેડિટ કાર્ડ પર આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનને TCS હેઠળ લાવવા અંગેની કોઈ જાહેરાત કરી ન હતી. આવી સ્થિતિમાં આ વખતે 23મી જુલાઈના બજેટ ભાષણમાં આ અંગે મોટો નિર્ણય લેવાય તેવી આશા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT