Budget 2024: ખેડૂતોની આ 4 ઈચ્છાઓ થઈ શકે છે પૂરી! PM કિસાનમાં મળશે 8000 રૂપિયા

Gujarat Tak

ADVERTISEMENT

Budget 2024
નાણામંત્રી ખોલશે ખેડૂતો માટે પટારો?
social share
google news

Budget 2024: ખેડૂતોને બજેટથી મોટી અપેક્ષાઓ છે. બજેટ 2024માં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી મહત્વની જાહેરાતો કરી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની લિમિટ વધારશે, કૃષિ સાધનો પર સબસિડી વધારશે અને કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)ની રકમમાં વધારો કરશે. મોદી સરકારના ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ ખેડૂતોના હિતમાં આ મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે.

સરકાર બજેટમાં કરી શકે છે આ માટી જાહેરાતો 

પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)

ખેડૂત સંગઠનો લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિ  (PM Kisan Samman Nidhi)ની રકમ વધારવાની માંગ કરી રહ્યા છે. હાલમાં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ મોંઘવારી અને વધતા ખર્ચને જોતા તેમાં વધારો કરવાની જરૂર છે તેવું ખેડૂત સંગઠનો જણાવી રહ્યા છે. એવી શક્યતા છે કે સરકાર તેને વધારીને વાર્ષિક રૂ. 8,000 કરી શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)


વર્તમાન સમયમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 7% વ્યાજ દરે મળે છે, જેમાં 3%ની સબસિડી સામેલ છે. એટલે કે ખેડૂતોને આ લોન 4% વ્યાજ દરે મળે છે. મોંઘવારી અને કૃષિ ખર્ચમાં વધારાને જોતા સરકાર આ મર્યાદા વધારીને 4-5 લાખ રૂપિયા કરી શકે છે.

સોલાર પંપ (Solar Pump)

કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂતોને સિંચાઈ માટે સબસિડી પર સોલાર પંપ આપી રહી છે. ખેડૂત સંગઠનો ઈચ્છે છે કે સોલાર પંપથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ મિલો ચલાવવા, ઘાસચારો કાપવા અને ઘરેલું ઉપયોગ માટે પણ થઈ શકે. બજેટમાં આ માટે જોગવાઈ કરી શકાય છે.

ADVERTISEMENT

કૃષિ સાધનો પર ટેક્સમાં ઘટાડો 

ખેડૂત સંગઠનો કૃષિ સાધનો પર લાગતા જીએસટીનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે સરકાર કૃષિ સાધનો પરના GSTને હટાવે અથવા ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ આપે. બજેટમાં સરકાર GSTના દર ઘટાડવા અથવા કૃષિ સાધનો પર વધુ સબસિડી આપવાનો નિર્ણય લઈ શકે છે. દેશભરના ખેડૂતોમાં સકારાત્મક સંદેશ જશે કે સરકાર ખેતી પર ગંભીરતાથી કામ કરી રહી છે. આમ, બજેટ 2024માં ખેડૂતો માટે ઘણી મહત્વની જાહેરાતો થઈ શકે છે, જે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો તો કરશે, સાથે જ કૃષિ ક્ષેત્રમાં પણ સકારાત્મક ફેરફારો લાવશે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT