Budget 2024: સરકારી કર્મચારીઓની આ 3 ડિમાન્ડ થશે પૂરી! વધી જશે પગાર

ADVERTISEMENT

Budget 2024
...તો વધી જશે સરકારી કર્મચારીઓનો પગાર!
social share
google news

Union Budget 2024 News: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરશે. નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ હશે. દરેકની નજર બજેટ પર છે કે સરકાર તેમના માટે શું-શું જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓ પણ સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.

8મું પગાર પંચ

સરકારી કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચની માંગ કરી રહ્યા છે. સરકારને પણ આ અંગે સરકારી કર્મચારી સંગઠનો તરફથી દરખાસ્તો મળી છે. એવું માનવામાં આવે છે કે સરકાર કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી શકે છે. જો સરકાર બજેટમાં આ અંગે જાહેરાત કરે છે તો સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે.

18 મહિનાનું DA એરિયર

કેન્દ્ર સરકાર દર વર્ષે બે વખત કર્મચારીઓના DAમાં વધારો કરે છે. જોકે, કોવિડને કારણે સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો નહોતો. સરકારે 1 જુલાઈ, 2021ના ​​રોજ સીધા મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો. પરંતુ કોરોનાકાળમાં જે વધારવામાં આવ્યું નહોતું તે DA પર સરકારે કંઈ કહ્યું નહોતું. 

ADVERTISEMENT


જોકે, જુલાઈ 2021 પહેલા મોંઘવારી ભથ્થું 17 ટકા હતું, જેને સરકારે વધારીને 28 ટકા કર્યું હતું. છતાં પણ કર્મચારીઓ તેમના 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે. જોકે, સરકારનું કહેવું છે કે તેમની બાકીની રકમ આપવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ કર્મચારીઓને આશા છે કે સરકાર તેમની ડિમાન્ડ પૂરી કરશે.


ફિટમેન્ટ ફેક્ટરને કારણે પગાર વધશે

સરકારી કર્મચારીઓની ત્રીજી ડિમાન્ડ બેસિક પગાર વધારવાની છે. વાસ્તવમાં લાંબા સમયથી સરકારી કર્મચારી સેલેરી રિવાઈઝ (પગારમાં સુધારો) કરવાની માંગ કરી રહ્યા છે. આ મામલે સરકારી કર્મચારીઓના સંગઠનો સાથે સરકારની બેઠક પણ યોજાઈ ચૂકી છે. જો નાણામંત્રી બજેટમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની જાહેરાત કરે છે, તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18 હજાર રૂપિયાથી વધીને 26 હજાર રૂપિયા થઈ જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT