Budget 2024 પહેલા Modi સરકારની મોટી જાહેરાત, હવે મોબાઈલ ફોન થઈ જશે સસ્તા!
વચગાળાના બજેટ પહેલા એક મોટી જાહેરાત મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો ઈમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરાઈ Budget 2024: ભારત સરકારે વચગાળાના…
ADVERTISEMENT
- વચગાળાના બજેટ પહેલા એક મોટી જાહેરાત
- મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો
- ઈમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરાઈ
Budget 2024: ભારત સરકારે વચગાળાના બજેટ પહેલા એક મોટી જાહેરાત કરી છે જે મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે એક મોટી ભેટ સમાન છે. ભારત સરકારે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કમ્પોનન્ટ્સ અને પાર્ટ્સ પર આયાત ડ્યૂટી (Import duty)માં ઘટાડો કર્યો છે. હવે મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.
ઈમ્પોર્ટ ડ્યુટીમાં 5 ટકાનો કરાયો ઘટાડો
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમ સોકેટ, મેટલ પાર્ટ્સ, સેલ્યુલર મોડ્યુલ અને અન્ય મિકેનિકલ વસ્તુઓ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં 5 ટકાનો ઘટાડો કરાયો છે.
મોબાઈલ ફોન થશે સસ્તા
સરકારના આ નિર્ણયથી ભારતમાં ફોનનું ઉત્પાદન કરી રહેલી કંપનીઓ ખુશ-ખુશ થઈ ગઈ છે. કારણ કે હવે તેમને કાચા માલની આયાત પર ઓછો ટેક્સ ચૂકવવો પડશે. તેની અસર મોબાઈલ ફોનની કિંમતો પર પણ જોવા મળશે. સરકારના આ નિર્ણયથી મોબાઈલ ફોન સસ્તા થશે.
ADVERTISEMENT
Government of India slashes import duty on key components used in the production of mobile phones. The import duty has been reduced from 15 per cent to 10 per cent. pic.twitter.com/22CIz9Qoch
— ANI (@ANI) January 31, 2024
મેક ઈન ઈન્ડિયાને મળશે પ્રોત્સાહન
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (GTRI)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટફોન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી શકાય છે. રિસર્ચર્સના મતે સરકારનું આ પગલું મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT