Budget 2024: સોનું, ચાંદી, મોબાઈલ, દવાઓ... બજેટમાં શું-શું સસ્તું થયું, અહીં જાણી લો

ADVERTISEMENT

Budget 2024
શું-શું સસ્તુ થયું?
social share
google news

Budget 2024: મોદી 3.0નું પ્રથમ સામાન્ય બજેટ (Union Budget 2024) રજૂ થઈ ચૂક્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કર્યું છે, નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર કઈ વસ્તુઓનો બોજ વધ્યો છે અને કઈ જાહેરાતથી તેમને રાહત મળી છે. તો ચાલો જાણીએ કઈ વસ્તુ મોંઘી થઈ છે અને કઈ વસ્તુઓ સસ્તી થઈ છે. 

'દેશની જનતાએ સરકાર પર વિશ્વાસ દર્શાવ્યો'

મોદી 3.0નું પહેલું બજેટ સંસદમાં રજૂ થઈ ચૂક્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું બજેટ ભાષણ શરૂ કરતાં કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત દેશમાં સરકાર બનાવવી એ ઐતિહાસિક છે. દેશની જનતાએ સરકાર પર વિશ્વાસ દર્શાવ્યો છે. વૈશ્વિક સ્થિતિની અસર મોંઘવારી પર પડી છે, પરંતુ ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે અને તે 4%ની રેન્જમાં છે.

ADVERTISEMENT

સોના અને ચાંદીના ભાવ ઘટશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે, કેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15% ઘટાડી દેવામાં આવી છે. આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરી દીધી છે. આ પછી સોના અને ચાંદીના ભાવ નીચે આવશે. આ સિવાય ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

3 દવાઓ પર કસ્ટમ ડ્યૂટી હટાવાઈ

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'દવા અને મેડિકલ કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે 3 દવાઓ પર કસ્ટમ ડ્યૂટી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. એક્સ-રે ટ્યુબ પરની ડ્યુટી પણ ઘટાડવામાં આવી હતી.

ADVERTISEMENT


શું થયું સસ્તુ?

- સોનું અને ચાંદી સસ્તા
- પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો    
- કેન્સર દવાઓ
- મોબાઈલ ફોન
- મોબાઇલ ચાર્જર
- ઇલેક્ટ્રિકલ વાયર
- ચામડાની વસ્તુઓ
- રાસાયણિક પેટ્રોકેમિકલ
- ઈલેક્ટ્રિક ગાડીઓ 
- લેધર અને સીફૂડ
- એક્સ-રે મશીન
- સોલાર સેટ

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT