Budget 2024: રેલવે મુસાફરોને મળી મોટી ભેટ, વંદે ભારત પર કરાઈ આ જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 રજૂ કર્યું
  • 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતમાં બદલવામાં આવશે
  • રેલવે મુસાફરોને ઘણો ફાયદો થશે

Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 રજૂ કર્યું છે. સરકારે દ્વારા બજેટમાં રેલવે મુસાફરોને મોટી ભેટ આપવામાં આવી છે. નાણામંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશમાં 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતમાં બદલવામાં આવશે. તેનાથી રેલવેમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને ઘણો ફાયદો થશે.

3 નવા કોરિડોર શરૂ કરાશે

નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે રેલ મુસાફરોની સુવિધા માટે 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતની તર્જ પર બદલવામાં આવશે. આર્થિક કોરિડોર બનાવવાથી ટ્રેનોના સંચાલનમાં પણ સુધારો થશે. સાથે જ જણાવ્યું કે, એનર્જી, મિનરલ અને સિમેન્ટ માટે 3 નવા કોરિડોર શરૂ કરવામાં આવશે.

2.40 લાખ કરોડનો મૂડી ખર્ચ

ગયા વર્ષના બજેટમાં રેલવે પર 2.40 લાખ કરોડ રૂપિયાના મૂડી ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. આ 2013-14માં રેલવે પરના મૂડી ખર્ચ કરતાં 9 ગણો હતો. તમને જણાવી દઈએ કે, રેલવે પર મોદી સરકારનું ફોકસ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. રેલવે સ્ટેશનોના રિડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ સરકાર દ્વારા વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT

2019માં શરૂ કરાઈ હતી પહેલી ટ્રેન

દેશમાં પહેલી વંદે ભારત એક્સપ્રેસ ફેબ્રુઆરી 2019માં દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં 30થી વધુ વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે. હાલમાં ચાલી રહેલી તમામ વંદે ભારત એક્સપ્રેસ ચેરકાર કેટેગરીની છે. સરકારની આગામી સમયમાં સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની યોજના છે, જેથી લાંબા રૂટ પર પણ વંદે ભારત ટ્રેન ચલાવી શકાય.

    follow whatsapp

    ADVERTISEMENT