Budget 2023: બજેટ બાદ શું સસ્તું અને મોંઘું થશે? 35 વસ્તુઓની કિંમત વધારવાની તૈયારી!
નવી દિલ્હી: આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવા અને ઝડપી કરવા માટે આ વખતના બજેટમાં ઈમ્પોર્ટ કરાતા ઘણા સામાનો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી શકાય…
ADVERTISEMENT
નવી દિલ્હી: આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવા અને ઝડપી કરવા માટે આ વખતના બજેટમાં ઈમ્પોર્ટ કરાતા ઘણા સામાનો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી શકાય છે. આ પગલાથી સરકારની મેક ઈન ઈન્ડિયાનો સંકલ્પને મદદ મળશે અને ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે. આયાતને ઘટાડવા અને ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર 35 સામાનો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની તૈયારી કરી રહી છે. જેમાં પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક આઈટમ, પ્લાસ્ટિકના સામાન, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર અને વિટામિન જેવી વસ્તુ સામેલ છે.
મંત્રાલયોની ભલામણ બાદ બની લિસ્ટ!
સરકારની જે સામાનો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની યોજના છે, તેની લિસ્ટ અલગ-અલગ મંત્રાલયોને મળી છે. આ લિસ્ટની સમીક્ષા બાદ માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં સરકારે 35 આઈટમ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવાનું મન બનાવી લીધું છે. આ પાછળનું એક કારણ આ સામાનોને ભારતમાં નિર્માણનું પ્રોત્સાહન આપવા તેની આયાત મોંઘી કરાઈ રહી છે. ડિસેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નવા મંત્રાલયો પાસેથી તેવા આયાત કરાતા બીન-જરૂરી સામાનની લિસ્ટ બનાવવા માટે કહ્યું હતું જેના પર કસ્ટમ ડ્યૂટી વધારી શકાય છે.
આયાત મોંઘી કરવાથી નુકસાન ઓછું થશે!
સરકાર ચાલુ ખાતાના નુકસાનને લઈને પણ આયાતને ઓછી કરવાના પ્રયાસોમાં લાગી ગઈ છે. જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં ચાલુ ખાતાનું નુકસાન 9 મહિનાના ઉચ્ચતમ સ્તર 4.4 ટકાએ પહોંચી ગયું હતું. ડેલોયટે હાલમાં જ એક રિપોર્ટ જારી કરી જેમાં ચાલુ ખાતામાં નુકસાનીના વધારાની આશંકા ચાલુ રહેવાનું જણાવ્યું હતું. વધતા ઈમ્પોર્ટ ઉપરાંત, એક્સપોર્ટ પર પણ 2023-24માં મોંઘવારીનો માર પડવાની આશા છે.
ADVERTISEMENT
રત્નો અને આભૂષણ સસ્તા થઈ શકે
મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ રત્ન અને આભૂષણ સેક્ટરમાં સોના અને કેટલાક અને સામાન પર આયાતને ઘટાડવાનું સૂચન આપ્યું છે. તેનાથી દેશની જ્વેલરી અને અન્ય ફિનિશ પ્રોડક્ટની એક્સપોર્ટ વધારવામાં મદદ મળશે. પાછલા વર્ષે બજેટમાં સરકારે સોના પર આયાત શુલ્ક 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી. સરકારે એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ, સ્ટીલ અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરમાં કસ્ટમ ડ્યૂટી ખતમ કરી નાખી હતી.
ADVERTISEMENT