BSNLના 'અચ્છે દિન' શરૂ: સસ્તા રિચાર્જ પ્લાન્સના કારણે ગુજરાતમાં 15 દિવસમાં 70,000 SIM વેચાયા
BSNL Sim Card Selling: દેશની ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે, જે બાદ BSNL માટે સારા દિવસો આવી ગયા છે. Jio અને Airtel જેવી કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનમાં 20 થી 30 ટકાનો વધારો કર્યો છે.
ADVERTISEMENT
BSNL Sim Card Selling: દેશની ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે, જે બાદ BSNL માટે સારા દિવસો આવી ગયા છે. Jio અને Airtel જેવી કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનમાં 20 થી 30 ટકાનો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં ગુજરાતમાં BSNLના સિમકાર્ડના વેચાણમાં અચાનક મોટો વધારો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં જ ગુજરાતમાં BSNLના 70 હજાર જેટલા સિમ કાર્ડ વેચાઈ ગયા છે.
15 દિવસમાં 70 હજાર કાર્ડ વેચાયા
BSNLના ગુજરાત સર્કલના અધિકારી મુજબ, ખાનગી ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાનમાં વધારો કર્યા બાદ જુલાઈ મહિનાની શરૂઆતથી જ BSNLના સિમ કાર્ડનું વેચાણ વધ્યું છે. માત્ર 1થી 15 જુલાઈ સુધીમાં જ 70 હજાર જેટલા સિમ કાર્ડ વેચાઈ ગયા છે. જેમાં સુરતમાં સૌથી વધુ 15 હજાર જેટલા સિમ કાર્ડ વેચાયા છે. તો અમદાવાદમાં પણ 11 હજાર, નડિયાદમાં 6 હજાર, ભાવનગરમાં 5,900 અને વડોદરામાં 4,600 જેટલા સિમ કાર્ડ વેચાઈ ગયા છે. જોકે નવા સિમકાર્ડના વેચાણની સામે BSNLમાં નંબર પોર્ટેબિલિટી માટે આવેલી અરજીઓ માત્ર 7500 જેટલી જ છે.
BSNL અને અન્ય કંપનીના રિચાર્જ પ્લાનમાં કેટલો તફાવત?
Airtel, Jio અને Viના 2GB ડેટા પ્લાનવાળા 1 મહિનાના રિચાર્જ પ્લાનની સરખામણીમાં BSNLના પ્લાનમાં ઓછામાં ઓછા 149 રૂપિયાનો તફાવત છે. Airtel 379 રૂપિયામાં 1 મહિનામાં દરરોજ 2GB ડેટાવાળો પ્લાન આપે છે. જ્યારે Jio 349 રૂપિયામાં 28 દિવસ માટે 2GBનો પ્લાન આપે છે. Vi 379 રૂપિયામાં 28 દિવસ માટે રોજના 2GBનો ડેટા પ્લાન આપે છે. જ્યારે BSNL માત્ર 199 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી સાથે દૈનિક 2GB ડેટા પ્લાન આપે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત BSNL 499માં 75 દિવસ માટે દરરોજના 2 GB ડેટાનો પ્લાન આપે છે. તો એરટેલ 979માં 84 દિવસ, Jio 859માં 84 દિવસ અને Vi 979માં 84 દિવસ માટે આ પ્લાન ઓફર કરે છે.
ADVERTISEMENT