આ ભૂલો તમારી નવી નક્કોર બાઈકને બનાવી દેશે ભંગાર! આજથી જ અપનાવો આ ટિપ્સ
New Bike Maintenance Tips: જો તમે તાજેતરમાં અથવા થોડા સમય પહેલા જ નવી બાઈક ખરીદી છે, તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. નવી બાઈકને શરૂઆતમાં કાળજીપૂર્વક ચલાવવી પડે છે, કારણ કે તેનું એન્જિન નવું હોય છે.
ADVERTISEMENT
New Bike Maintenance Tips: જો તમે તાજેતરમાં અથવા થોડા સમય પહેલા જ નવી બાઈક ખરીદી છે, તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. નવી બાઈકને શરૂઆતમાં કાળજીપૂર્વક ચલાવવી પડે છે, કારણ કે તેનું એન્જિન નવું હોય છે. એટલું જ નહીં દરેક સર્વિસ જરૂરી હોય છે. જો તમે એક પણ સર્વિસ કરાવવાનું ભૂલી ગયા તો ભવિષ્યમાં તમને મોટું નુકસાન થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે તમારી કેટલીક ભૂલો તમારી નવી બાઈકને ભંગાર બનાવી શકે છે. પરંતુ અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને જો તમે આજે જ ફોલો કરશો તો તમને ફાયદો થશે.
રેગ્યુલર સર્વિસ જરૂરી
જો બાઈકની ફ્રી સર્વિસ પૂરી થઈ ગઈ હોય તો પણ તમારે આગળની સર્વિસ માટે સર્વિસ સેન્ટર પર જવું પડશે, જેથી તમને આગળ શું કરવું તેની માહિતી મળી શકે.
ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે બાઈકની ફ્રી સર્વિસ પૂરી થાય છે ત્યારે લોકો પૈસા બચાવવા માટે લોકલ મિકેનિક પાસે જાય છે. આપને જણાવી દઈએ કે, કેટલાક મિકેનિકનું કામ સારું પણ હોય છે. જોકે, દરેક વખતે સારા મિકેનિક મળે તેવું સંભાવન નથી અને જો ખોટી જગ્યાએ બાઈક સર્વિસ કરાવવાથી બાઈક ખરાબ થઈ જાય છે.
ADVERTISEMENT
સર્વિસ સેન્ટર પર જ સર્વિસ કરાવો
કેટલાક લોકલ મિકેનિક વધુ પૈસા કમાવવાની લાલચમાં બાઈકમાં લોકલ પાર્ટ્સ લગાવી દે છે, જેના કારણે ભવિષ્યમાં બાઈકને ઘણું નુકસાન વેઠવું પડે છે. ઘણી વખત સ્થાનિક મિકેનિક્સ જુગાડનો ઉપયોગ કરીને તમારી બાઇકને ઠીક કરવાનો પ્રયાસ પણ કરે છે અને આ ખૂબ જોખમી સાબિત થાય છે. તેથી ફક્ત ઓર્થોરાઈઝ સર્વિસ સેન્ટર પર જ જાવ અને તમારી બાઈકની સર્વિસ કરાવો.
ખરાબ પાર્ટ્સ સમયસર બદલો
દરેક સર્વિસમાં કોઈને કોઈ પાર્ટ બદલવામાં આવે છે અને સર્વિસ સેન્ટરવાળા પણ તમને પાર્ટ્સ બદલવા છે કે નહીં તેના વિશે પૂછે છે. પરંતુ તમારે કોઈ ચાન્સ ન લેવો જોઈએ અને ખરાબ પાર્ટને બદલાવી નાખવો જોઈએ. ઘણા પાર્ટ્સ એવા પણ હોય છે, જેને કિલોમીટરના હિસાબે બદલવા પડે છે.
ADVERTISEMENT
આ તરફ પણ ધ્યાન આપો
દર 1500-2500 કિલોમીટર પછી એન્જિન ઓઈલ બદલો. ઘણી વખત ઓઈલ સમય પહેલા કાળું થવા લાગે છે અથવા તે ઓછું થવા લાગે છે, તો તમે ટોપ-અપ કરાવી શકો છો. જ્યારે એન્જિન ઓઈલ ઓછું થાય છે ત્યારે માઈલેજની સાથે પરફોર્મન્સ બગડવા લાગે છે. આ સિવાય બ્રેક લાઈનર, ચેઈન ચક્કર, ઓઈલ ફિલ્ટર, એર ફિલ્ટર અને ડિસ્ક બ્રેક ઓઈલ ચેક કરાવતા રહો.
ADVERTISEMENT
ADVERTISEMENT