ADANI અંગે સૌથી મોટા સમાચાર: શેરબજાર બંધ થયા બાદ આ કંપનીએ કરી મોટી જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહેલી અદાણી ગ્રુપની એક કંપની સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રુપની કંપની અધાણી પોર્ટ્સે આજે એક માહિતી આપી છે કે, તેણે 27 માર્ચ, 2023 ના રોજ કોમર્શિયલ પેપરના બાકી લેણા ચુકવી દીધા છે. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે કંપની સતત પોતાનું દેવું ચુકવવા અથવા તો નિર્ધારિત સમય કરતા પણ વહેલા દેવું ચુકવવાનો પ્રયાસો કરી રહી છે. જેના કારણે માર્કેટમાં એક વિશ્વાસનું વાતાવરણ પેદા કરવાના પ્રયાસો કરી રહી છે.

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ડામાડોળ બન્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, હિંડનબર્ગના રિપોર્ટમાં ગ્રુપની કંપની અને તેના પર રહેલા દેવા અંગે મોટો ખુલાસો કર્યો હતો.ત્યાર બાદ અદાણીના શેર ધડામ થવા લાગ્યા હતા. માર્કેટમાં કંપનીની શાખ ધોવાવા લાગી હતી. ગ્રુપમાં રહેલી એક પછી એક કંપનીના શેર જાણે કે લપસણી પર બેઠા હોય તે પ્રકારે નીચે આવવા લાગ્યા હતા. ગ્રુપની મોટા ભાગની કંપનીઓની સ્થિતિ ખસતા બની હતી. જેના પગલે અદાણી દ્વારા પોતાનો મોટા ભાગની કંપનીઓમાં લોકોનું વિશ્વાસ સંપાદન કરવા માટે એક પછી એક લોનના ચુકવણા શરૂ કરવામાં આવ્યા હતા.

વિપક્ષે પણ અદાણી મુદ્દે સરકારને ઘેરી લીધી
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી પણ વિશ્વના ત્રીજા સૌથી મોટા ધનીક વ્યક્તિથી માંડીને ધીરે ધીરે નીચે સરકતા સરકતા ટોપ 20 માંથી પણ બહાર નિકળી ગયા હતા. જો કે ત્યાર બાદ વિશ્વાસ સંપાદન માટે અનેક પ્રયાસો કરાયા હતા. વિપક્ષ દ્વારા પણ અદાણી મુદ્દે સરકારને ઘેરવામાં આવી હતી. સરકાર સાથે મિલીભગતના આક્ષેપો થયા હતા અને સંસદનું એક આખુ સત્ર લગભગ લગભગ અદાણીના કારણે ચાલી શક્યું નહોતું. રાજકીય સ્થિતિ પણ ખુબ જ ડામાડોળ બની હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT