આધાર કાર્ડને લગતા મોટા સમાચાર... ફ્રીમાં ઝટપટ થઈ જશે આ કામ; લંબાવાઈ ડેડલાઈન

ADVERTISEMENT

Free Aadhaar Update Deadline
આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર
social share
google news

Free Aadhaar Update Deadline: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ 10 વર્ષ પહેલા બનાવવામાં આવેલા આધાર કાર્ડ  (Aadhaar Cad)ને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે અને હવે તેની ડેડલાઈનને ફરી એકવાર લંબાવવામાં આવી છે.

આધાર અપડેટની ડેડલાઈન લંબાવાઈ

આધાર કાર્ડ (Aadhaar Card) આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ચૂક્યું છે. તે તમારી નાગરિકતાનો પુરાવો હોવાની સાથે જ બેંક એકાઉન્ટ ખોલાવવાથી લઈને જમીન-મકાન ખરીદવા સુધી દરેક જગ્યાએ તેનો ઉપયોગ કરાય છે. જેથી આધારકાર્ડમાં તમામ વિગતો અપડેટ હોવી જરૂરી છે, UIDAI આધાર અપડેટ કરવાની સુવિધા ફ્રીમાં આપી રહ્યું છે, જેની ડેડલાઈન લંબાવી દેવામાં આવી છે. આ ફ્રી સર્વિસનો લાભ તમે સપ્ટેમ્બર સુધી લઈ શકશો.

14 સપ્ટેમ્બર સુધી કરાશે અપડેટ 

એકવાર ફરી આધારને જાહેર કરનારી સંસ્થા UIDAIએ આધાર કાર્ડ (Aadhaar Card)ને ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઈન લંબાવી દીધી છે. પહેલા આ ડેડલાઈન 14 જૂન 2024 હતી,જને હવે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરી દેવાઈ છે. એટલે જે લોકોએ હજુ સુધી પોતાનું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તેઓ 14 સપ્ટેમ્બર સુધી કોઈપણ ફી વગર આધાર કાર્ડ અપડેટ કરી શકશે.

ADVERTISEMENT

આ પહેલા પણ લંબાવાઈ હતી ડેડલાઈન

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ 10 વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે અને હવે તેની ડેડલાઈનને ફરી એકવાર લંબાવવામાં આવી છે. ગયાં માર્ચ મહિનામાં પણ આ સર્વિસનો ફ્રીમાં ઉપયોગ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, જેને વધારીને 14 જૂન 2024 કરવામાં આવી હતી. હવે તેને 14 જૂનથી વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી છે. એટલે આધારને ફ્રીમાં અપડેટ કરવા બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એવામાં જો તમારે આધાર કાર્ડમાં કોઈ જાણકારી અપડેટ (Aadhaar Card Update) કરવી છે, તો તમે ફ્રીમાં કરી શકો છો.  


 
14 સપ્ટેમ્બર પછી આપવો પડશે ચાર્જ

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની નક્કી કરાયેલી તારીખ બાદ તમારે આ જરૂરી કામ કરવા માટે પૈસા આપવા પડશે. ખાસ વાત એ છે કે UIDAI દ્વારા આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની સર્વિસ ફ્કત myAadhaar Portal પર ઉપલબ્ધ છે.

ADVERTISEMENT

ઓનલાઈન આધારકાર્ડ કેવી રીતે કરવું અપડેટ?

- સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર લોગ ઈન કરો.
- ત્યારબાદ હોમપેજ પર માય આધાર પોર્ટલ પર જાઓ
- આધાર નંબર અને રજિસ્ટર મોબાઇલ નંબર પર મળેલ OTPથી લોગ ઈન કરો
- ત્યારબાદ તમારી માહિતીને તપાસી લો, જો માહિતી સાચી હોય તો ખરા વાળા બોક્સમાં ટિક કરો
- જો માહિતી ખોટી હોય તો ડ્રોપડાઉન મેનુથી ઓળખ માટે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરો
- આ ડોક્યુમેન્ટ JGP, PNG અને PDF ફોર્મેટમાં અપલોડ કરી શકો છો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT