Stock Market Update: રામ મંદિર ઉદ્ઘાટન બાદ આ શેરોમાં આવશે જોરદાર તેજી, જુઓ શું કહે છે એક્સપર્ટ
Ram Mandir Inauguration, 10 Stocks In Focus: સંપૂર્ણ ભારતવર્ષમાં આજે ઉત્સાહનો માહોલ છે. અયોધ્યામાં(Ayodhya Ram Mandir) ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ જેના કારણે શેરબજારમાં 10 શેરોમાં…
ADVERTISEMENT
Ram Mandir Inauguration, 10 Stocks In Focus: સંપૂર્ણ ભારતવર્ષમાં આજે ઉત્સાહનો માહોલ છે. અયોધ્યામાં(Ayodhya Ram Mandir) ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ જેના કારણે શેરબજારમાં 10 શેરોમાં જબરદસ્ત એક્શન જોવા મળી હતી. જે આગામી દિવસોમાં પણ તેજીમાં રહી શકે છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી આ શેર ફાયદો કરવી શકે છે. ચાલો જાણીએ પાંચ સ્ટોક વિશે…
1. IRCTC લિમિટેડ
IRCTC અયોધ્યા માટે ‘આસ્થા સ્પેશિયલ ટ્રેન’ ચલાવી રહી છે. આમાંથી 200 થી વધુ ટ્રેનો દેશના તમામ ભાગોને અયોધ્યા સાથે જોડશે. કંપની અયોધ્યા અને અન્ય સ્થળો માટે ટૂર પેકેજ ઓફર કરી રહી છે. પ્રવાસન વધવાથી સરકારી કંપનીને ફાયદો થશે. માટે આ શેરમાં પણ ભારે ઉછાળો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
2. PayTM
ફિનટેક કંપનીએ અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત અયોધ્યામાં મોબાઈલ પેમેન્ટ માટે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કરાર હેઠળ, PayTMના QR કોડ, સાઉન્ડબોક્સ, કાર્ડ મશીન દ્વારા મોબાઇલ પેમેન્ટ કરી શકાય છે. કંપની પાસે 92 લાખથી વધુ ઉપકરણો છે. આવી સ્થિતિમાં કંપનીને ઓનલાઈન બુકિંગથી પણ ફાયદો થશે.
ADVERTISEMENT
3. Pakka Ltd
ADVERTISEMENT
કંપની કમ્પોસ્ટેબલ પેકેજિંગ ઉત્પાદનો બનાવે છે, જેનું ઉત્પાદન એકમ અયોધ્યામાં છે. એવો અંદાજ છે કે FY26/27 સુધીમાં અયોધ્યામાંથી ટર્નઓવર આશરે રૂ. 1600 કરોડ થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે FY23માં કંપનીની કુલ આવક 408 કરોડ રૂપિયા હતી.
4. Praveg ltd
કંપનીના રિસોર્ટ સાંસ્કૃતિક અને હેરિટેજ સ્થળોએ છે. કુલ 9 મિલકતો કાર્યરત છે અને 12 વિકાસ હેઠળ છે. 8 ઓગસ્ટ, 2023 ના રોજ, કંપનીને અયોધ્યામાં ટેન્ટ સિટી વિકસાવવાનો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર 10 વર્ષ માટે છે, જેને વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે. ટેન્ટ સિટીમાં 50 ટેન્ટ હશે અને એક રેસ્ટોરન્ટ પણ હશે. અયોધ્યા પહેલા, પ્રવેગે વારાણસીમાં ટેન્ટ પ્રોજેક્ટ પણ કર્યો હતો, જેમાં રોજના 10 હજાર મુલાકાતીઓ આવે છે. અયોધ્યામાં પણ હવે પ્રવાસીઓનો જમાવડો વધતો જશે જેના કારણે કંપનીના શેરમાં વધારો થશે.
5. Genesys International Corporation Ltd
તે એક અદ્યતન મેપિંગ કંપની છે, જેમાં 2000 થી વધુની વ્યાવસાયિક ટીમનો સમાવેશ થાય છે. 9 જાન્યુઆરી, 2024ના રોજ, જીનેસિસના નવા ભારત નકશા પ્લેટફોર્મને અયોધ્યાના સત્તાવાર નકશા તરીકે અપનાવવામાં આવ્યું હતું. આ નકશામાં ઈલેક્ટ્રિક વાહનો માટે આધારિત રૂટ અને લોકેશનની સાથે ફીચર્સ પણ હશે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી કંપનીના મેપિંગ ઈન્ટરફેસ દ્વારા અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી એપ પણ લોન્ચ કરશે. તે તમામ પ્લેટફોર્મ માટે એપ્સ પણ લોન્ચ કરશે.
6. Interglobe Aviation & Spicejet
અયોધ્યા એરપોર્ટ (મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય હવાઈમથક) નું ઉદ્ઘાટન 30 ડિસેમ્બર, 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોની પહેલાથી જ દિલ્હી અને અમદાવાદથી સીધી ફ્લાઈટ છે. ઈન્ડિગોએ પણ 15 જાન્યુઆરીથી મુંબઈથી સીધી ફ્લાઈટ શરૂ કરી છે. સ્પાઈસજેટે 1 ફેબ્રુઆરીથી 3 શહેરોમાંથી અયોધ્યા માટે સીધી ફ્લાઈટ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. ચેન્નાઈ, બેંગલુરુ અને મુંબઈથી અયોધ્યા માટે સીધી ફ્લાઈટ હશે, જ્યારે સ્પાઈસ જેટ પણ 21 જાન્યુઆરીએ દિલ્હીથી અયોધ્યા માટે વિશેષ ફ્લાઈટ ચલાવશે.
7. Allied Digital
એલાઈડ ડિજિટલ એ વૈશ્વિક IT સર્વિસ પ્રોવાઈડર કંપની છે. કંપનીને અયોધ્યા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે માસ્ટર સિસ્ટમ ઇન્ટિગ્રેટર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. કંપની એન્ટરપ્રાઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરે છે. એલાઈડ ડિજિટલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં નિષ્ણાત છે. તમને જણાવી દઈએ કે કંપની માસ્ટર સિસ્ટમ ઈન્ટિગ્રેટર તરીકે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. એલાઈડ ડિજિટલ મોબિલિટી, એનાલિટિક્સ અને એઆઈનો ઉપયોગ કરીને તેના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરે છે. સીસીટીવી સર્વેલન્સના એકીકરણ માટે કામ કરશે. કેપેક્સ અને અમલીકરણ 3 મહિનામાં થશે, જે કંપની આગામી 5 વર્ષ માટે ઓપરેટ અને જાળવશે.
8. Apollo Sindoori
આ કંપની હોસ્પિટાલિટી સેક્ટર સાથે સંકળાયેલી છે. આ અંતર્ગત તે હોસ્પિટાલિટી સર્વિસ મેનેજમેન્ટ અને સપોર્ટ સર્વિસનું કામ કરે છે. હાલમાં, એપોલો સિન્દૂરી હોટેલ અયોધ્યાના તેધી બજારમાં મલ્ટી-લેવલ પાર્કિંગ વિકસાવી રહી છે. તેનો વિસ્તાર 3000 ચોરસ મીટરમાં ફેલાયેલો છે, જેની છત પર એક રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે.
જેમાં એક સાથે એક હજારથી વધુ ભક્તો બેસી શકે છે.
9. Kamat Hotel
અયોધ્યામાં પ્રવાસન વધવાથી કંપનીને ઘણો ફાયદો થશે. તેથી, કામત હોટેલ અયોધ્યામાં 2 નવી હોટલ ખોલશે. આ અંતર્ગત આ મહિનાથી જ 50 રૂમ ધરાવતી હોટલનું બાંધકામ શરૂ થશે. IRA બ્રાન્ડ હેઠળ અયોધ્યામાં એક હોટેલ છે. હોટેલમાં બેન્ક્વેટ હોલ અને રૂફટોપ રેસ્ટોરન્ટ પણ હશે. આ સિવાય અયોધ્યામાં વધુ 2 હોટલ ખોલવાની યોજના છે. ત્યારે કંપનીની અયોધ્યામાં કુલ 3 હોટલ હશે.
10. INDIAN HOTELS
વિવાંતા અને જિંજર બંને બ્રાન્ડ્સની અયોધ્યામાં હોટલ છે. યુપીમાં હોટલ્સનું મોટું નેટવર્ક છે. ફક્ત UP માં જ કુલ 19 હોટલ છે. એટલા માટે એવી ઘારણા કરવામાં આવી રહી છે આગગામી દિવસમાં શેરના ભાવ આસમાને જઈ શકે છે.
ADVERTISEMENT