Bank Holidays: બેંક માટે ઘરેથી નીકળતા પહેલા આ વાંચી લેજો, સતત 3 દિવસ બંધ રહેશે બેંકો

ADVERTISEMENT

Bank Holidays
બેંકમાં જતાં પહેલા આ વાંચી લેજો નહીં તો ધક્કો થશે!
social share
google news

Bank Holidays in August: તહેવારની સિઝનમાં પૈસાની જરૂર ક્યારે પડી જાય અથવા બેંક સંબંધિત કામ ક્યારે આવી જાય તે કઈ કહી શકાતું નથી. તેથી બેંક સાથે સંબંધિત કામ સમયસર પતાવી લો. આગામી દિવસોમાં બેંકોમાં રજા રહેશે. દેશમાં ઘણી જગ્યાએ બેંકો સતત 3 દિવસ બંધ રહેશે. જ્યારે કેટલીક જગ્યાએ સતત બે દિવસ બેંકોમાં રજા રહેશે. 


જી હા, ઓગસ્ટ મહિનામાં ઘણા દિવસો બેંકોની રજા રહી. જ્યારે અડધો મહિનો વીતી જવા છતાં રજાઓ પૂરી થઈ નથી. ઓગસ્ટમાં હજુ ઘણા તહેવારો આવી રહ્યા છે અને તે દરમિયાન બેંકોમાં પણ રજા રહેશે. ચાલો જાણીએ કે રક્ષાબંધન (Raksha Bandhan 2024) પહેલા અને પછી બેંકો ક્યારે બંધ રહેશે?

ક્યાંક સતત બે દિવસ તો ક્યાંક 3 દિવસ બેંકો રહેશે બંધ

18 ઓગસ્ટ, રવિવારના રોજ સાપ્તાહિક રજા રહેશે, જેના કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે. બીજા દિવસે 19 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધન પર બેંકોની રજા રહેશે. આવી સ્થિતિમાં સમગ્ર દેશમાં સતત બે દિવસ બેંક રજા રહેશે. જોકે 20 ઓગસ્ટે પણ કેટલીક જગ્યાએ બેંકો બંધ રહેશે.

ADVERTISEMENT

શું 20 ઓગસ્ટે બેંકો બંધ રહેશે?

20મી ઓગસ્ટે બેંકોમાં રજા છે, પરંતુ દેશના અમુક ભાગોમાં જ 20 ઓગસ્ટે બેંકોમાં રજા રહેશે. વાસ્તવમાં 20 ઓગસ્ટે શ્રી નારાયણ ગુરુ જયંતિ છે અને આ અવસર પર ઘણા રાજ્યોમાં બેંક રજા છે. તિરુવનંતપુરમ, કોચી, હિમાચલ પ્રદેશ અને કેરળમાં બેંકો 20 ઓગસ્ટે શ્રી નારાયણ ગુરુ જયંતિ નિમિત્તે બંધ રહેવાની છે. આ સિવાય અન્ય સ્થળોએ પણ બેંકોમાં રજા હોઈ શકે છે, પરંતુ આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી સત્તાવાર રીતે પ્રાપ્ત થઈ નથી. શ્રી નારાયણ ગુરુ જયંતિના કારણે આ સ્થળોએ સતત 3 દિવસ બેંક રજા રહેશે.

ઓગસ્ટમાં ક્યારે-ક્યારે બેંકો રહેશે બંધ?

ઓગસ્ટ મહિનાના અંત પહેલા 3 દિવસ બેંકોમાં રજા રહેશે. દેશભરની તમામ બેંકો સતત 3 દિવસ બંધ રહેશે. 24મી ઓગસ્ટે ચોથો શનિવાર છે, જેના કારણે બેંકમાં રજા છે. આ પછી 25મી ઓગસ્ટે સાપ્તાહિક રજાના કારણે બેંકો બંધ રહેશે અને 26મી ઓગસ્ટે જન્માષ્ટમીના કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે અને આ પ્રસંગે દેશભરની બેંકોમાં રજા રહેશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT