ઓગસ્ટમાં GST કલેક્શન વધ્યું, સતત છઠ્ઠા મહિને આવક 1.4 લાખ કરોડથી ઉપર રહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ઓગસ્ટ 2022માં 1,43,612 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું. નાણા મંત્રાલયે ગુરુવારે આપેલી માહિતી પ્રમાણે આ ગયા વર્ષના ઓગસ્ટ મહિના કરતાં 28 ટકા વધુ છે. સતત છઠ્ઠા મહિને GST કલેક્શન 1.4 લાખ કરોડને વટાવી ગયું છે. નાણા મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે આર્થિક સુધારાની સાથે GST રિપોર્ટિંગને કારણે GST આવકમાં સકારાત્મક વૃદ્ધિ થઈ છે.

  • ઓગસ્ટ 2022માં કુલ GST આવક 1,43,612 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવી હતી.
  • કેન્દ્રીય GST (CGST) રૂપિયા 24,710 કરોડ, રાજ્ય GST (SGST) રૂપિયા 30,951 કરોડ છે.
  • ઇન્ટિગ્રેટેડ જીએસટીના રૂપમાં 77,782 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે.
  • જેમાંથી 42,067 કરોડ રૂપિયા માલની આયાત પર ટેક્સ તરીકે એકત્ર કરવામાં આવ્યા છે.
  • તે જ સમયે, ઓગસ્ટ મહિનામાં સેસ તરીકે 10,168 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.
  • ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં GST કલેક્શનમાં 28%નો વધારો થયો છે
  • ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં GST રેવન્યુ તરીકે રૂ. 1,12,020 કરોડ એકત્ર થયા હતા.
  • આ વખતે ઓગસ્ટ મહિનામાં તેમાં 28%નો વધારો નોંધાયો છે.

સરકારે GST ટેક્સ કલેક્શન પર પોતાના નિવેદનમાં કહ્યું છે કે જો આપણે ઓગસ્ટ 2022 સુધીના આખા વર્ષની GST આવક પર નજર કરીએ તો તે પાછલા વર્ષ કરતા 33% વધુ છે. GST કાઉન્સિલ દ્વારા આવક વધારવા માટે લેવામાં આવેલા પગલાંના હકારાત્મક પરિણામો મળ્યા છે. અર્થવ્યવસ્થામાં સુધારાને કારણે પણ જીએસટી કલેક્શનમાં વધારો થયો છે.

આ આંકડાઓ અનુસાર આ ક્વાર્ટરમાં વિકાસ દર 13.5 ટકા હતો. જાન્યુઆરી અને માર્ચના ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા વિકાસ દર કરતાં આ 4.1 ટકા વધુ છે.

ADVERTISEMENT

આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જૂન ક્વાર્ટરમાં અર્થતંત્રનો વિકાસ દર છેલ્લા ચાર ક્વાર્ટરમાં સૌથી વધુ હતો. જો કે, તે અર્થશાસ્ત્રીઓ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના અંદાજોથી ઓછો પડ્યો. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 16.2 ટકાના જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. તે જ સમયે, અર્થશાસ્ત્રીઓએ પ્રથમ ક્વાર્ટરમાં 15 ટકા વૃદ્ધિ દરની અપેક્ષા રાખી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT