ATM બંધ થવાનું છે એવો ફોન આવે એટલે સમજી જજો લગભગ ફ્રોડ છે, જાણો કેવી રીતે સતર્ક રહેવું

Parth Vyas

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ સવારે ઉઠતાની સાથે જ આપણે આપણા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી કેટલીક એપ પર સર્ફિંગ કરીએ છીએ અને થોડીવારમાં દૂધ દરવાજા પર આવી જાય છે. ડિજીટલ વિશ્વએ આપણું રોજિંદા જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. સોયથી લઈને કાર સુધી લોકો ઓનલાઈન ખરીદી કરી શકે છે. ઈન્ટરનેટએ તમામ સેવાઓને સ્પીડ આપી છે અને તેની સાથે સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે.

સાયબર ક્રાઈમનો દર વધ્યો
સાયબર અપરાધીઓ ઈન્ટરનેટ અને ફોનનો ઉપયોગ કરતા લોકોની વધતી સંખ્યાને તક તરીકે જોઈ રહ્યા છે. તેઓ લોકોને તમામ પ્રકારની લોભામણી ઓફરોની લાલચ આપીને લાખો રૂપિયાની ઉચાપત કરી રહ્યા છે. આવી ઘટનાઓને કારણે ભારતના નકશામાં સમાવિષ્ટ જામતારાનો ભાગ ઘણો બદનામ થયો છે. પરંતુ હવે સાયબર ફ્રોડ સમગ્ર દેશની મોટી સમસ્યા બની ગઈ છે.

સાયબર અપરાધીઓ મોટે ભાગે ઓછા શિક્ષિત લોકોને નિશાન બનાવે છે. જોકે, ઘણા શિક્ષિત અને પ્રખ્યાત લોકો પણ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેથી જ દેશની તમામ બેંકો અને સુરક્ષા એજન્સીઓ લોકોને સતત એલર્ટ કરતી રહે છે. આ માટે તેઓ માર્ગદર્શિકા પણ બહાર પાડે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ATM સંબંધિત ફ્રોડ વધ્યા…
હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં એટીએમ કાર્ડને લગતી છેતરપિંડી મોટા પાયે કરવામાં આવી છે. વારંવાર લોકોના ફોન આવે છે, તમારી આ બેંકનું ATM બંધ રહેશે, આ સાંભળીને લોકો ગભરાઈ જાય છે. પછી ફોન પર કહેવામાં આવે છે કે જો તમારે ATM ચાલુ રાખવું હોય તો અમે કહીએ તેમ કરો. આ જાળમાં ફસાઈને લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવે છે.

કસ્ટમર કેર નંબરથી સાવધાન રહો
આ ડિજિટલ યુગમાં, આપણે બેંકિંગ સમસ્યાથી લઈને કોઈપણ ઉત્પાદન સંબંધિત સમસ્યા માટે કસ્ટમર કેરને કૉલ કરે છે. ઘણી વખત લોકો ઉતાવળે ગૂગલ પર કસ્ટમર કેર નંબર સર્ચ કરે છે અને કોલ કરે છે. તેઓ તપાસ કરતા નથી કે તેઓએ સંબંધિત કંપનીની વેબસાઇટ પરથી નંબર લીધો છે કે નહીં.

ADVERTISEMENT

સાયબર અપરાધીઓ હંમેશા સમાન ભૂલોની શોધમાં હોય છે. જો તમે ઓફિશિયલ વેબસાઈટ સિવાય બીજા નંબર પરથી કોલ કર્યો છે, તો તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. તેથી, હંમેશા સંબંધિત કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી કસ્ટમર કેર નંબર લો.

ADVERTISEMENT

આ નંબર પર ફરિયાદ નોંધાવી શકાશે
બેંક ક્યારેય તમારી ડેબિટ અથવા ક્રેડિટ પિન માહિતી અને CVV માંગતી નથી. બેંકના કસ્ટમર કેરને ફોન કરતી વખતે અમે ઘણી વખત આવી વાતો સાંભળી છે. પરંતુ તેમ છતાં, ઘણી વખત સાયબર અપરાધીઓ એવું ષડયંત્ર કરે છે કે લોકો તેમની જાળમાં ફસાઈ જાય છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બને તો તરત જ હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરો અને તમારી ફરિયાદ નોંધાવો.

પેમેન્ટ એપથી સંબંધિત આ ભૂલ ન કરો
આ ડિજિટલ યુગમાં, મોટાભાગના લોકોના સ્માર્ટફોનમાં PhonePe, Google Pay અને Paytm જેવી પેમેન્ટ એપ્સ હાજર છે. આમાં મની રિક્વેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. મતલબ કે કોઈપણ તમને પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી શકે છે અને થોડી જ ક્લિક્સમાં તમારા એકાઉન્ટમાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડી લેવામાં આવશે. તેથી તમારું UPI ID કોઈની સાથે શર કરવું નહીં.

    follow whatsapp

    ADVERTISEMENT