Gold Prices: સોનામાં રોકાણ કરવાની 'સુવર્ણ તક', તેજીના મળ્યા સંકેત! ખાસ વાત ફટાફટ જાણી લો
Gold Prices Today in Gujarat: બજેટમાં સોના પર કસ્ટમ ડ્યૂટીની ઘટાડાની જાહેરાત થતાં જ સોનામાં જુલાઈ માસમાં 6000 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો.
ADVERTISEMENT
Gold Prices Today in Gujarat: બજેટમાં સોના પર કસ્ટમ ડ્યૂટીની ઘટાડાની જાહેરાત થતાં જ સોનામાં જુલાઈ માસમાં 6000 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો. ત્યારબાદ ઓગસ્ટની શરૂઆતમાં સોનાના ભાવમાં ધીમી ગતિએ ઉછળો જોવા મળ્યા બાદ આજે ફરી આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. નવી કિંમત મુજબ 22 કેરેટના ભાવ રુપિયા 6,469 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 7,057 પ્રતિ ગ્રામ છે.
સોનું ખરીદવાનો 'ગોલ્ડન' સમય?
એવામાં લોકોના મનમાં સવાલ થયો હોય છે કે, શું આ સમયે સોનું ખરીદવું જોઈએ? તો કેટલાક માર્કેટ નિષ્ણાતો એવું માની રહ્યા છે કે, હાલ સોનામાં રોકાણ માટે ગોલ્ડન સમય છે કારણ કે અમેરિકાના બ્યુરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સે રોજગારીના ડેટા જાહેર કરતાંની સાથે વૈશ્વિક બજારોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. ભારતીય બજાર પણ તેની ઝપેટમાં આવી હતી અને સેન્સેક્સમાં 2000 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 650 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજું કારણ એવું પણ છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ભય પણ વિશ્વમાં ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા ઊભી કરે છે, જેના કારણે ભારતીય શેરબજાર પર તેની માઠી અસર જોવા મળી શકે છે. તેથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં નાખીને માર્કેટ નિષ્ણાતનું કહેવું છે કે, સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોએ 'વેઇટ એન્ડ વોચ'ની નીતિ અપનાવવી જોઈએ. જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો તો અત્યારે સોના-ચાંદીની ખરીદી કરવી ફાયદાકારક છે. નિષ્ણાતોએ કરેલા અનુમાન અનુસાર, ટૂંક સમયમાં સોનું ફરી એકવાર 75,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરની સપાટી કૂદાવશે.
યુએસ જોબ ડેટા શું કહે છે?
ગયા શુક્રવારે, અમેરિકાના બ્યુરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સે નોકરીઓ અંગેનો ડેટા જાહેર કર્યો. એવું કહેવામાં આવ્યું હતું કે જુલાઈમાં માત્ર 1.14 લાખ લોકોને નોકરી મળી છે. જ્યારે અત્યાર સુધી દર મહિને સરેરાશ 2.15 લાખ નોકરીઓ ઉપલબ્ધ હતી. એવું કહેવામાં આવ્યું છે કે જુલાઈ સતત ત્રીજો મહિનો હતો જ્યારે બેરોજગારી દરમાં વધારો થયો હતો. જુલાઈમાં બેરોજગારીનો દર 4.3% હતો. જ્યારે, અગાઉ તે જૂનમાં 4.1% અને મેમાં 4% હતો. જુલાઈમાં બેરોજગારીનો આંકડો ઓક્ટોબર 2021 પછી સૌથી વધુ હતો. આં
ADVERTISEMENT
આંકડાઓએ વધારી ચિંતા
- જુલાઈમાં બેરોજગારીનો દર 0.2% વધીને 4.3% થયો. જુલાઈમાં 3.52 લાખ લોકો બેરોજગાર થયા. અમેરિકામાં જુલાઈ સુધી કુલ 72 લાખ લોકો બેરોજગાર હતા.
- બેરોજગારોમાં અંદાજે 11 લાખ લોકો એવા છે જેમને અસ્થાયી ધોરણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે, તેઓને પછીથી ફરીથી નોકરી પર રાખી શકાય છે. જ્યારે 17 લાખ લોકો એવા છે જેમને કંપનીઓએ કાયમી ધોરણે નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
- અમેરિકામાં લાંબા ગાળાના બેરોજગારોની સંખ્યામાં પણ એક વર્ષમાં ત્રણ લાખથી વધુનો વધારો થયો છે. જુલાઈ સુધી અમેરિકામાં 15 લાખથી વધુ લોકો એવા હતા જે લાંબા સમયથી બેરોજગાર હતા. જ્યારે એક વર્ષ પહેલા સુધી આવા બેરોજગારોની સંખ્યા 12 લાખ જેટલી હતી.
મંદીનો ડર કેમ છે?
અમેરિકી સરકારે જુલાઈ માટે બેરોજગારી અંગે જાહેર કરેલા આંકડાઓએ મંદીની આશંકા વ્યક્ત કરી છે. અમેરિકામાં મંદીને લઈને એક નિયમ છે. આ નિયમ પૂર્વ અર્થશાસ્ત્રી ક્લાઉડિયા સેમ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ નિયમ કહે છે કે જો બેરોજગારીનો દર સતત ત્રણ મહિના સુધી પાછલા વર્ષના નીચા સ્તરથી અડધા પોઈન્ટથી પણ વધે છે, તો એવું માની લેવું જોઈએ કે મંદી આવી છે. આંકડા દર્શાવે છે કે અમેરિકામાં સતત પાંચ મહિનાથી બેરોજગારીનો દર વધી રહ્યો છે. માર્ચમાં બેરોજગારીનો દર 3.8% હતો, જે જુલાઈમાં વધીને 4.3% થયો. આટલું જ નહીં, અમેરિકામાં જુલાઈમાં લગભગ 2.5 લાખ લોકોને કંપનીઓએ છટણી કરીને છૂટા કર્યા. ગયા વર્ષે પણ એપલ, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓએ લગભગ બે લાખ છટણી કરી હતી.
(નોંધ- કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
ADVERTISEMENT
ADVERTISEMENT