Flipkart એ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો! વસ્તુ ઓર્ડર કરતાં પહેલા ફટાફટ આ જાણી લો

ADVERTISEMENT

Flipkart
Flipkart
social share
google news

Flipkart Platform Charge: ફ્લિપકાર્ટે તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવે તમારે ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કરવા પર પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. કંપનીએ Swiggy અને Zomato ની જેમ ઓર્ડર પર વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. આ ચાર્જને 'પ્લેટફોર્મ ચાર્જ' કહેવામાં આવી રહ્યો છે અને તે દરેક ઓર્ડર પર વસૂલવામાં આવશે. 

કેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે?

જો તમે ફ્લિપકાર્ટ પરથી 10,000 રૂપિયાથી વધુની કિંમતનો સામાન ખરીદો છો, તો તમારે દરેક ઓર્ડર પર 3 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. એટલે કે, જો તમે 15,000 રૂપિયાનો સામાન ખરીદ્યો છે, તો તમારે 15 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

આ ચાર્જ કેમ લેવામાં આવી રહ્યો છે?

ઓર્ડર પ્રોસેસિંગ અને ડિલિવરી જેવી સેવાઓ સુધારવા માટે કંપનીઓ આ વધારાનો ચાર્જ વસૂલ કરી રહી છે. જો કે, ઘણા લોકો માને છે કે કંપનીઓ માત્ર પોતાનો નફો વધારવા માટે આ પદ્ધતિ અપનાવી રહી છે. આ કારણે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી અને ઝોમેટોએ ઓનલાઈન ઓર્ડર પર 6 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલવાનું નક્કી કર્યું હતું. આ બંને પ્લેટફોર્મ હવે દિલ્હી અને બેંગલુરુમાં પહેલા કરતા વધુ પ્લેટફોર્મ ફી વસૂલ કરી રહ્યા છે.

ADVERTISEMENT

શું અન્ય કંપનીઓ પણ આવું જ કરશે?


હાલમાં, એમેઝોન જેવી અન્ય ઈ-કોમર્સ કંપનીઓ આવા કોઈ વધારાના શુલ્ક વસૂલતી નથી, પરંતુ શક્ય છે કે તેઓ ભવિષ્યમાં પણ આવું કરે. આવી સ્થિતિમાં, આ પ્લેટફોર્મ ફીથી બચવા માટે તમે હમણાં એમેઝોન પરથી સામાન મંગાવી શકો છો.

    follow whatsapp

    ADVERTISEMENT