છ દિવસના ઘટાડા બાદ આજે શેર બજારમાં તેજીનો માહોલ, જાણો શું છે આજના ઓપનિંગ અપડેટ

ADVERTISEMENT

stock market
stock market
social share
google news

અમદાવાદ: શેરબજારમાં બજારમાં છ દિવસના ઘટાડા બાદ ગુરુવારે બજારનો મૂડ બદલાઈ ગયો છે. સેન્સેક્સ 514 પોઈન્ટના ઉછાળા સાથે 57,112.43ની સપાટીએ ટ્રેડિંગ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 151.30 પોઈન્ટના ઉછાળા સાથે 17,009.90ની સપાટી એ ટ્રેડિંગ કરી રહ્યો છે. બજારમાં શરૂઆતી કારોબારમાં મેટલ સેક્ટરના શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે. નાયકાના શેરમાં પાંચ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે એક્સિસ બેન્કના શેરમાં ત્રણ ટકાનો વધારો થયો છે.

આજે, ભારતીય શેરબજારની સાપ્તાહિક સમાપ્તિના દિવસે, લીલા નિશાનમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 57 હજાર અને 17 હજારને પાર કરી ગયા છે. બેન્કિંગ શેરોમાં જબરદસ્ત ઉછાળાને કારણે શેરબજાર ઉપરની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. આજે કેમિકલ શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ફાર્મા શેરોમાં સારી મોમેન્ટમ છે.

આજે બજારની શરૂઆત સારી ગતિ સાથે થઈ છે. નિફ્ટી 57,000 ની નજીક ખુલ્યો છે અને નિફ્ટી 17,000 ની નજીક આવી ગયો છે. જોકે BSE સેન્સેક્સ આજે 56,997 પર ખુલ્યો છે અને NSE નિફ્ટી 16,993 પર ખુલવામાં સફળ રહ્યો છે. શરૂઆતના તુરંત પછી, સેન્સેક્સ પ્રથમ મિનિટમાં જ 492.71 પોઈન્ટ અથવા 0.87 ટકાના ઉછાળા સાથે 57,090 પર ટ્રેડ કરી રહ્યો છે. NSE નો નિફ્ટી 157.45 પોઈન્ટ એટલે કે 0.93 ટકાના ઉછાળા સાથે 17,016ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 માંથી 25 શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 5 શેરોમાં ઘટાડોનો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેર મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 3 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

છ દિવસના ઘટાડા બાદ આજે શેર બજારમાં તેજી જોવા મળી રહી છે ત્યારે બજાર ખુલ્યાની 15 મિનિટ પછી, સેન્સેક્સના ફક્ત 2 શેર લાલ નિશાનમાં છે, જેમાં TCS અને એશિયન પેઇન્ટ્સનું નામ છે. બીજી તરફ ટાટા સ્ટીલ, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, સન ફાર્મા, એક્સિસ બેંક, એસબીઆઈ, એમએન્ડએમ, એચડીએફસી, ડો રેડ્ડીઝ લેબ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, ટાઈટન, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, પાવરગ્રીડ, કોટક બેંક, ભારતી એરટેલ, ઇન્ફોસીસ, નેસ્લે, એચયુએલ, વિપ્રો અને ટીસીએસના શેરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT