લગભગ 2 સપ્તાહ સ્થીર રહ્યા બાદ સિંગતેલના ભાવમાં વધારો, ડબ્બે 20 રૂપિયા વધતા ચકચાર!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ રાજ્યમાં ખાદ્યતેલોમાં કેટલાંક દિવસોથી ભાવો સ્થીર રહ્યા હતા હવે ફરી એક વાર લોકોને સિંગ તેલે દઝાડયા છે. ફરી તેજીનો માહોલ સર્જાયો છે અને બે દિવસથી ભાવો ઉંચકાવા લાગ્યા છે.રાજકોટમાં દસ કિલો સીંગતેલ નો ભાવ વધીને 1525 થયો હતો. ટેક્સપેઈડ ડબ્બામાં 20નો વધારો હતો અને ભાવ 2620 થી 2670 થયો હતો. કપાસીયા તેલ 1160થી 1165 હતું. ટેકસપેઈડ ડબ્બાનો ભાવ વધીને 2100 થી 2150 હતો. વિશ્વભરમાં મગફળી-સીંગતેલનું ચિત્ર નબળુ છે.

તેલબજારના વેપારીઓએ જણાવ્યું હતું કે વિશ્વબજારમાં આયાતી તેલ નબળા છે. પરંતુ મગફળી-સીંગતેલનું ચિત્ર નબળુ છે. ભારતની જેમ મગફળીનું મોટું ઉત્પાદન ધરાવતા આર્જેન્ટીનામાં પાકનું ઉત્પાદન ઓછું ગણવામાં આવે છે. અને તેના આધારે દુનિયામાં સ્ટોક પાંચ વર્ષના તળીયે હોવાનું જાહેર થતા માનસ તેજીનું બન્યુ હતું. ચીન, અમેરિકા, ભારત જેવા દેશોમાં અગાઉના અંદાજ કરતા ઉત્પાદન ઓછુ થવાનુ માનવામાં આવતા માનસ વધુ મજબૂત બન્યુ છે. ચીન જેવા દેશો ખરીદીમાં આગળ આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.

પામોલીનમાં ભાવ નીચા આવ્યા
વિશ્વભરમાં મગફળી તથા સીંગદાણામાં તેજીનો ઝોક છે અને તેની અસરે ઘરઆંગણે ભાવ ઉંચકાઈ શકે છે.સીંગતેલ-કપાસીયાતેલમાં ભાવવધારા વચ્ચે પણ વૈશ્વીક નરમાઈની અસરે પામોલીનમાં ભાવ નીચા આવ્યા છે.

માર્કેટયાર્ડમાં જીરૂનો ભાવ રેકોર્ડ સ્તરે
સૌરાષ્ટ્રમાં ખરિફ કૃષિસીઝન પરાકાષ્ટાએ છે અને તેમાં ભાવોમાં સારી એવી વધઘટ થઈ રહી છે ત્યારે અન્ય અમુક ઉત્પાદનોમાં પણ મોટી તેજી થઈ છે.

ADVERTISEMENT

તાજેતરમાં તલનો ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ હવે જીરૂમાં ભાવ રેકોર્ડસ્તરે પહોંચ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે જીરૂમાં હરરાજીમાં 4000 થી 5100ના ભાવ પડયા છે. વેપારીઓના કહેવા પ્રમાણે રેકોર્ડ ભાવ છે. નવી સીઝનને હજુ ત્રણ મહિના બાકી છે તે પૂર્વે નિકાસ સહિતના ક્ષેત્રોની ધૂમ ડીમાંડને કારણે આ તેજી થઈ છે. તાજેતરમાં તલના ભાવ પણ નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. લાલ મરચા જેવી ચીજોના ભાવ પણ તેજ જ રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT