અમેરિકામાં ચાલી રહેલી તપાસ વચ્ચે અદાણી ગ્રુપે નિવેદન જાહેર કર્યું, કહ્યું-બધું નિયમ મુજબ કર્યું
નવી દિલ્હી: અમેરિકામાં અદાણી ગ્રૂપના રોકાણકારોની થઈ રહેલી પૂછપરછ અંગે કંપની દ્વારા હવે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમનું…
ADVERTISEMENT
નવી દિલ્હી: અમેરિકામાં અદાણી ગ્રૂપના રોકાણકારોની થઈ રહેલી પૂછપરછ અંગે કંપની દ્વારા હવે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમનું ડિસ્ક્લોઝર સાર્વજનિક રેકોર્ડમાં ઉપલબ્ધ છે અને તેમના રોકાણકારોને અમેરિકન ઓથોરિટી દ્વારા જારી કરાયેલ સમન વિશે તેઓ જાણતા નથી. કંપનીએ એમ પણ કહ્યું છે કે, તેમણે તમામ કામ નિયમો અનુસાર કર્યું છે.
હિંડનબર્ગના આરોપો પર અમેરિકામાં રોકાણકારોની પૂછપરછ કરવામાં આવી રહી છે
જણાવી દઈએ કે હિંડનબર્ગના આરોપો બાદ, અમેરિકાના બ્રુકલિનમાં, યુએસ એટર્નીની ઓફિસ દ્વારા જૂથની તપાસ કરવામાં આવી રહી છે. આ પછી, કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, અમારા તમામ ખુલાસાઓ સાર્વજનિક રેકોર્ડમાં છે. આ એક નિયમિત તપાસ છે જે વિવિધ નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. અદાણી ગ્રૂપની કંપનીઓએ નિયમો અને કાયદા અનુસાર કામ કર્યું છે.
જૂથે કહ્યું- બિનજરૂરી અટકળો ટાળો
જૂથના નિવેદનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિના અહેવાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રૂપે દેવું ઘટાડવા, નવેસરથી રોકાણ જેવા પગલાં લીધા છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. સેબી અમુક પાસાઓની તપાસ કરી રહી છે અને અદાણી ગ્રુપ તપાસમાં સહકાર આપી રહ્યું છે. જૂથે બિનજરૂરી અટકળો ટાળવા અપીલ કરી છે. જૂથે જણાવ્યું હતું કે, અદાણી જૂથ કોર્પોરેટ ગવર્નન્સ ફ્રેમવર્ક હેઠળ કાર્ય કરે છે અને તમામ કાયદા અને નિયમોનું પાલન કરે છે.
ADVERTISEMENT
જૂથે હિંડનબર્ગના આરોપોને ફગાવી દીધા છે. જણાવી દઈએ કે, માર્ચમાં સુપ્રીમ કોર્ટે છ સભ્યોની એક સમિતિની રચના કરી હતી, જે હિંડનબર્ગના આરોપોની તપાસ કરી રહી છે. કોર્ટે સેબીને બે મહિનામાં તેની તપાસ પૂર્ણ કરીને સ્ટેટસ રિપોર્ટ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
ADVERTISEMENT