અદાણી ગ્રુપના આ 3 શેરોમાં ભારે ઘટાડો, BSE પર સૌથી ખરાબ પ્રદર્શનની મહોર લાગી!

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. જ્યાં એક તરફ તેણે આ વર્ષે સૌથી વધુ સંપત્તિ ગુમાવવાના મામલે રેકોર્ડ બનાવ્યો છે, તો બીજી તરફ અદાણીની કંપનીઓના ત્રણ શેરે ગત 24 જાન્યુઆરીથી સૌથી વધુ બજાર ઘટાડાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ શેરોમાં અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જને આ શેરો પર સૌથી ખરાબ પ્રદર્શનની મહોર લાગી છે.

અદાણી સ્ટોક્સમાં ઘટાડાના કારણની વાત કરવામાં આવે તો 24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપને લઈને 88 પ્રશ્નો ઉઠાવતો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં ગ્રૂપ પર દેવાથી લઈને સ્ટોકમાં હેરાફેરી સુધીના અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. નાથન એન્ડરસનની આ કંપનીનો રિપોર્ટ જાહેર થતાં જ રોકાણકારોએ અદાણી ગ્રૂપમાંથી બહાર નીકળવાનું શરૂ કર્યું અને આ ટ્રેન્ડ અત્યાર સુધી ચાલુ છે.

શેરમાં આવેલા જોરદાર ઘટાડાને કારણે ગ્રૂપના માર્કેટ કેપમાં એક મહિનામાં અડધાથી વધુનો ઘટાડો થયો છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, અદાણીના શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 24 જાન્યુઆરી, 2023ના રોજ લગભગ રૂ. 19.20 લાખ કરોડ હતું જે 22 ફેબ્રુઆરી, 2023ના રોજ ઘટીને રૂ. 7.58 લાખ કરોડ થયું છે.એટલે કે તેમાં 11.62 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

ADVERTISEMENT

BSE પર ત્રણ શેરોનું સૌથી ખરાબ પ્રદર્શન
હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ ગૌતમ અદાણીની તમામ કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ગ્રુપના ત્રણ શેરોએ આ સમયગાળા દરમિયાન ઘટાડાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ કારણે, તેઓ BSE પર સૌથી ખરાબ પ્રદર્શન કરનારા શેરોની યાદીમાં ટોપ-3 પર મૂકવામાં આવ્યા છે.

અદાણી ટોટલ ગેસ
અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 24 જાન્યુઆરી, 2023 ના રોજ રૂ. 3,885.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, બુધવાર 22 ફેબ્રુઆરીના રોજ, શેર રૂ. 834.95 પર તૂટી ગયો હતો. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ શેરે લોઅર સર્કિટ લીધી અને 5% ઘટીને રૂ. 791.35 પર બંધ થયો.

ADVERTISEMENT

અદાણી ગ્રીન એનર્જી
અદાણી ગ્રૂપના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા શેરોની યાદીમાં અદાણી ગ્રીન એનર્જીનો સ્ટોક આગળ આવે છે. 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિપોર્ટના પ્રકાશન પહેલા આ સ્ટોક માર્કેટમાં રૂ. 1,913.55 પર હતો. આ પછી તે ખરાબ રીતે તૂટી ગયો અને અત્યાર સુધીમાં તેની કિંમત 71.8 ટકાથી વધુ ઘટી ગઈ છે. તેણે ગુરુવારે પણ લોઅર સર્કિટ લીધી અને 5% ઘટીને રૂ. 512.10 પર બંધ થયો.

ADVERTISEMENT

આ પણ વાંચો: મોંઘવારીના માર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ બેન્કોએ વધાર્યું FD પર વ્યાજ

અદાણી ટ્રાન્સમિશન
ત્રીજો સ્ટોક અદાણી ટ્રાન્સમિશનનો હતો, જેણે તેના રોકાણકારોના પૈસા ડૂબાડયા છે. ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ આ શેર પણ લોઅર સર્કિટમાં પટકાયો અને તે 5% ઘટીને રૂ. 749.75 પર બંધ થયો. 24 જાન્યુઆરી 2023ના રોજ આ શેરની કિંમત 2,762.15 રૂપિયા હતી. હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણીની કંપનીના શેરમાં પણ 71.4 ટકાનો ઘટાડો થયો છે. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 4,238.55 રૂપિયા હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT