Adani જૂથે ગ્રુપ સાથે સંકળાયેલી કંપની સામે જ સરકારી હરાજીમાં કોલસાની ખાણ મેળવી? રિપોર્ટમાં દાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: હિંડનબર્ગ રિપોર્ટ બાદ પણ અદાણી ગ્રૂપના માર્કેટકેપમાં મોટું ગાબડું પડી ગયું. આ વચ્ચે અદાણી ગ્રુપ શક્ય તેટલા તમામ પ્રયાસો કરીને ફરીથી ગ્રુપને થયેલું નુકસાન ભરપાઈ કરવાનો પ્રયાસ તો કરી રહ્યું છે. પરંતુ અદાણી ગ્રુપની ચિંતા ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે તાજેતરમાં હરાજીમાં કોલસાની ખાણ મેળવીને અદાણી જૂથ ફરી સ્કેનર હેઠળ આવ્યું છે.

અદાણી ગ્રુપને સરકારની હરાજીમાં ચાર કોલસા બ્લોક્સ મળ્યા
ગયા મહિને, અદાણીએ સરકાર દ્વારા યોજાયેલી કોમર્શિયલ હરાજી દરમિયાન ચાર કોલસાના બ્લોક્સ લીધા હતા. સ્ક્રોલની રિપોર્ટ મુજબ, અદાણીને હરાજીમાં લીધેલા ચાર કોલ બ્લોક્સમાંથી મહારાષ્ટ્રના માધેરીના નોર્થ વેસ્ટના કોલ બ્લોકમાં અદાણી સિવાય માત્ર એક અન્ય બિડર, કેવિલ માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ હતો. કેવિલ માઇનિંગના માલિક એડીકોર્પ એન્ટરપ્રાઇઝના મુખ્ય પ્રમોટર પણ છે, જેની સામે હિંડેનબર્ગે આક્ષેપ કર્યો હતો કે અદાણી કંપનીઓ વચ્ચે ભંડોળ પૂરું પાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી કંપનીઓના શેરના મૂલ્યમાં $100 બિલિયનથી વધુનું ધોવાણ થયું હતું અને તેને તેની કેટલીક આક્રમક વિસ્તરણ યોજનાઓ પાછી ખેંચવાની ફરજ પડી હતી. કોર્પોરેટ ફાઈલિંગ મુજબ, એડીકોર્પ અને કેવિલ માઈનિંગનું અમદાવાદમાં સરખું જ સરમાનું અને પ્રમોટર છે, જેનું નામ ઉત્કર્ષ શાહ છે.

ADVERTISEMENT

અદાણી જૂથ સામે એકમાત્ર કંપની હરાજીમાં હતી
ઉત્કર્ષ શાહ અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીની તાજેતરમાં બહાર પાડવામાં આવેલી બાયોગ્રાફીમાં એક મિત્ર તરીકે દેખાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, તેમનો તાજેતરમાં રચાયેલ બિઝનેસ, કેવિલ માઇનિંગ, જેની રૂ. 1 લાખની મૂડી અને ખાણકામનો અગાઉનો અનુભવ ન હતો, તે અદાણી સંલગ્ન, MH નેચરલ રિસોર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે માધેરી બ્લોકના ઉત્તર પશ્ચિમમાં ખાણકામના અધિકાર માટેની સ્પર્ધામાં હતો.આ બ્લોક, જે ચંદ્રપુર, મહારાષ્ટ્રમાં સ્થિત છે, તેમાં 200 મિલિયન ટન કોલસો છે.

શું છે હરાજી માટે સરકારનો નિયમ?
કેવિલ માઇનિંગના પાર્ટનરોએ સુનિશ્ચિત કર્યું કે માધેરીના ઉત્તર પશ્ચિમ માટે હરાજી સફળતાપૂર્વક પૂર્ણ થાય. કોલસા મંત્રાલયના નિયમો મુજબ, કોમર્શિયલ ખાણ માટેની હરાજી, પ્રથમ પ્રયાસમાં, ઓછામાં ઓછા બે બિડર્સ હોય તો જ માન્ય છે.

ADVERTISEMENT

આ દરમિયાન, અન્ય અહેવાલમાં જણાવાયું છે કે અદાણી જૂથનું સંયુક્ત સાહસ લગભગ આશરે $220 મિલિયનની લોન માટે અડધો ડઝન બેંકો સાથે વાતચીત કરી રહ્યું છે. જે આ વર્ષે હિંડનબર્ગે તેના રિપોર્ટ બહાર પાડ્યા પછીનો પ્રથમ પ્રયાસ હશે. અદાણી ગ્રુપની કંપની AdaniConneX અને અમેરિકન કંપની EdgeConneX સંયુક્ત સાહસમાં આ લોન એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર મુદ્દે અદાણી ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ લોન 5 વર્ષ માટે રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT