બ્રોકરેજ ફર્મનો દાવો- આ એક ડિલના કારણે અદાણી ગ્રુપ પર દેવું વધી જશે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ વિશ્વના અમીરોની યાદીમાં ટોપ-3માં એન્ટ્રી કરનારા ભારતીય બિઝનેસ મેન ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં બ્લૂમબર્ગ ઈન્ડેક્સના આંકડાઓ પ્રમાણે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 143 બિલિયન ડોલરને પાર પહોંચી ગઈ છે. તાજેતરમાં અદાણી ગ્રુપે સિમેન્ટ નિર્માતા કંપની હોલસિમનો ભારતીય બિઝનેસ હસ્ગત કર્યો છે. આ ડીલ પછી વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ક્રેડિટ સુઈસે એક રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર વધી રહેલા દેવાનું વિશ્લેષણ કર્યું છે.

લોન કેટલી વધી શકે?
ક્રેડિટ સુઈસના વિશ્લેષણ મુજબ, હોલસિમના ઈન્ડિયા બિઝનેસના અધિગ્રહણ પછી અદાણી ગ્રુપનું દેવું રૂ. 40,000 કરોડ વધી શકે છે. જેના કારણે અદાણી ગ્રુપની કુલ રકમ વધીને રૂ. 2.6 ટ્રિલિયન થઈ શકે છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથનું દેવું છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 1 ટ્રિલિયનથી વધીને રૂ. 2.2 ટ્રિલિયન થયું છે. પોર્ટ બિઝનેસના વિસ્તરણ, ગ્રીન એનર્જીમાં રોકાણ, ટ્રાન્સમિશન બિઝનેસનું સંપાદન અને નવા બિઝનેસમાં પ્રવેશને કારણે અદાણી ગ્રુપનું દેવું વધ્યું છે.

લોન પાકતી મુદત
ક્રેડિટ સુઈસના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ગ્રોસ ડેટ લેવલમાં વધારો થઈ શકે છે, ત્યારે અદાણી ગ્રુપ લાંબા સમય સુધી પાકતી મુદત ધરાવતા બોન્ડ અને નાણાકીય સંસ્થાઓ (FIs) જેવા ધિરાણકર્તાઓની તરફેણમાં તેના દેવાને વૈવિધ્યીકરણ કરવામાં સફળ રહ્યું છે.

ADVERTISEMENT

વિદેશી ચલણમાં કેટલું દેવું?
આ ચલણના સંદર્ભમાં, કુલ દેવુંના લગભગ 30 ટકા વિદેશી ચલણમાં નોંધાયેલું છે. છેલ્લા પાંચ વર્ષમાં અદાણી જૂથ દ્વારા ભારતીય બેંકો પાસેથી લેવામાં આવેલી લોનનું સંપૂર્ણ સ્તર સ્થિર રહ્યું છે. આના કારણે ગ્રુપના કુલ ઋણમાં તેનો હિસ્સો ઘટીને લગભગ 18 ટકા થઈ ગયો છે.

કોર્પોરેટ ડેટમાં વધારો
એકંદરે, અદાણી જૂથની મોટાભાગની કંપનીઓએ નાણાકીય વર્ષ 2022માં દેવાના સ્તરમાં વધારો નોંધાવ્યો છે. કારણ કે તેઓએ રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. જોકે, અદાણી ટ્રાન્સમિશન સિવાયની કામગીરીમાં સુધારા સાથે આ એકમો માટેનું વ્યાજ કવર સ્થિર રહ્યું છે. અદાણી ગ્રીનની એસેટ કામગીરીમાં સારો સુધારો જોવા મળ્યો છે.

ADVERTISEMENT

મૂડી સામે દેવું
નોમુરા હોલ્ડિંગ્સ ખાતે ક્રેડિટ ડેસ્કના વિશ્લેષકના જણાવ્યા અનુસાર, અબુ ધાબીની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) એ અદાણી ગ્રીન એનર્જીમાં $500 મિલિયનના રોકાણની જાહેરાત કરી છે. આની મદદથી પેઢીના ઋણથી મૂડી ગુણોત્તરમાં ઘટાડો થશે. આ રોકાણથી માર્ચના અંત સુધીમાં કંપનીનું ડેટ ટુ કેપિટલ રેશિયો 95.3 ટકાથી ઘટીને 60 ટકા થઈ શકે છે. IHC એ ગૌતમ અદાણીની માલિકીની ત્રણ કંપનીઓમાં લગભગ બે અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT