પાકિસ્તાની શેર માર્કેટની વેલ્યૂથી વધુ અદાણી એક વર્ષમાં કમાય છે, ઘણા દેશોની GDP પણ પછાત…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ જો ભારતીય ઉદ્યોગપતિ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણીને એક દેશ તરીકે જોવામાં આવે તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના 2021ના અનુમાન મુજબ તે નોમિનલ જીડીપીની દ્રષ્ટિએ વિશ્વની 64મી સૌથી મોટી અર્થવ્યવસ્થા (અર્થતંત્ર) હોત. તેઓ પ્યુઅર્ટો રિકો અને એક્વાડોર જેવી ઘણી અર્થવ્યવસ્થાઓ કરતા આગળ છે. આટલું જ નહીં, તેમણે વર્ષ 2022માં જ પાકિસ્તાન સ્ટોક માર્કેટ (પાકિસ્તાન સ્ટોક માર્કેટ MCap)ની કુલ માર્કેટ કેપ કરતાં વધુ સંપત્તિ કમાઈ હતી.

ગૌતમ અદાણી માટે 2022 શાનદાર વર્ષ રહ્યું
2022 સમાપ્ત થવા જઈ રહ્યું છે અને ચાર દિવસ પછી નવું વર્ષ 2023 શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન તેણે એક વર્ષમાં કમાણીના મામલે જબરદસ્ત રેકોર્ડ બનાવ્યા છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, ગૌતમ અદાણી દ્વારા 2022માં તેમની નેટવર્થમાં ઉમેરવામાં આવેલી સંપત્તિ વાસ્તવમાં હોન્ડુરાસ, સાયપ્રસ, અલ સાલ્વાડોર, કંબોડિયા, આઇસલેન્ડ, યમન જેવા વિશ્વના ઓછામાં ઓછા 85 દેશોના 2021 જીડીપીથી વધુ છે.

વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
60 વર્ષીય ગૌતમ અદાણીનો બિઝનેસ ખાદ્યતેલથી લઈને એરપોર્ટ સુધી ફેલાયેલો છે. આ વર્ષે, 20 સપ્ટેમ્બર, 2022ના રોજ, અદાણીની કુલ સંપત્તિ રોકેટની ઝડપે વધીને $150 બિલિયન સુધી પહોંચી ગઈ. જોકે હવે તેમાં થોડો ઘટાડો થયો છે. હાલની વાત કરીએ તો, 122.8 બિલિયન ડોલર (ગૌતમ અદાણી નેટ વર્થ)ની નેટવર્થ સાથે ગૌતમ અદાણી ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં ત્રીજા નંબર પર છે.

ADVERTISEMENT

એક દિવસમાં 6.2 બિલિયન ડોલરની કમાણી
શેરબજારમાં, અદાણી ગ્રૂપની કંપનીઓમાં છેલ્લા ટ્રેડિંગ દિવસમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે અગાઉ શેર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે 26 ડિસેમ્બરે અદાણીની કંપનીના શેરમાં સરેરાશ 5 ટકાનો ઉછાળો નોંધાયો છે. ફોર્બ્સ અનુસાર, આ તેજીના કારણે માત્ર એક જ દિવસમાં તેની નેટવર્થ 6.2 બિલિયન ડોલર વધી ગઈ છે. અદાણી જૂથના છ શેરોએ આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં માર્કેટ કેપમાં કુલ રૂ. 6.78 લાખ કરોડનો ઉમેરો કર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT