અદાણીએ એક દિવસમાં કરી કરોડોની કમાણી, અમીરોની યાદીમાં 18મા સ્થાને પહોંચ્યા

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના વંટોળમાં  ફસાયેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જોરદાર વાપસી કરી છે. શેરમાં તોફાની ઉછાળાના  કારણે  અદાણીએ ફરી એકવાર ટોપ-20માં પ્રવેશ કર્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં તેમની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે. અને ગૌતમ અદાણીની નેટવર્થ વધીને  64.2 બિલિયન ડોલર  થઈ ગઈ છે.

હવે અમીરોની યાદીમાં અદાણી 18મા સ્થાને
ગૌતમ અદાણીના શેર સતત વધી રહ્યા છે. મંગળવારે કંપનીના પાંચ શેરોમાં અપર સર્કિટ લાગી હતી. તેમાં અદાણી પાવર અને અદાણી ગ્રીનનો સમાવેશ થાય છે, જ્યારે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે 14 ટકા અને અદાણી વિલ્મરમાં 10 ટકાની જબરદસ્ત વધારો જોવા મળી હતી. આ સાથે તેની અન્ય કંપનીઓના શેર પણ લીલા નિશાન પર બંધ થયા છે. શેરોમાં થયેલા વધારાને કારણે ગ્રૂપની માર્કેટ મૂડી 10 લાખ કરોડ રૂપિયાના આંકને વટાવી ચૂકી છે. આ સાથે, 64.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે, તે હવે અમીરોની યાદીમાં 24મા સ્થાનેથી સીધા 18મા સ્થાને પહોંચી ગયો છે.

એક દિવસમાં સૌથી વધુ કમાણી
મંગળવારે સમાચાર લખાય છે ત્યાં સુધી ગૌતમ અદાણીએ 24 કલાકના સમયગાળામાં 9.3 બિલિયન ડોલર એટલે કે, લગભગ રૂ. 77,000 કરોડથી વધુનો ફાયદો  થયો છે. એક દિવસમાં કમાણીની બાબતમાં તેણે વિશ્વના નંબર વન અમીર બર્નાર્ડ આર્નોલ્ટ અને બીજા અમીર એલોન મસ્કને પાછળ છોડી દીધા હતા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર બુધવારે સમાચાર લખ્યા ત્યાં સુધી તેમની સંપત્તિમાં 4.38 બિલિયન ડોલર અથવા લગભગ 36,000 કરોડ રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો હતો. અદાણીએ એક જ દિવસમાં ઝડપી કમાણી કરતા વિશ્વના પાંચ અબજપતિઓને પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

હિંડનબર્ગે ભારે નુકસાન કર્યું હતું
24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિપોર્ટના બાદ, ગૌતમ અદાણીની સંપત્તિમાં દરરોજ મોટો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. માત્ર બે મહિનામાં જ તેણે નેટવર્થમાંથી 60.7 બિલિયન ડોલરની જંગી રકમ ગુમાવી દીધી હતી. જો કે, માર્ચ મહિનાથી, અદાણીના શેર્સમાં વાપસી કરી.  અને હવે તેઓ જૂની ગતિ પકડી રહ્યા હોય તેવું લાગે છે.   અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વર્ષ 2022માં વિશ્વના સૌથી અમીર લોકોમાં સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ હતા.

ટોચના-3 અબજોપતિઓની સ્થિતિ
દુનિયાના ટોપ-10 બિલિયોનેર્સની વાત કરીએ તો નંબર વન રિચ બિલિયોનેર ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ છે. તેમની કુલ સંપત્તિ  192 બિલિયન ડોલર છે. એલોન મસ્ક 2.22 અબજ ડોલરની ખોટ સાથે યાદીમાં બીજા સ્થાને છે, તેમની કુલ સંપત્તિ 180 અબજ ડોલર છે. એમેઝોનના જેફ બેઝોસ  139 બિલિયન ડોલર સાથે ત્રીજા નંબર પર છે, તેમની સંપત્તિમાં  19.8 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT