Adani એ પોતાની જ કંપની સાથે છેડો ફાડ્યો? કંપની દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી

ADVERTISEMENT

Adani Wilmar for sale
Adani Wilmar for sale
social share
google news

નવી દિલ્હી : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમણ અદાણીના નેતૃત્વવાળી અદાણી ગ્રુપમાં તે સમાચારો અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે, જેમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અદાણી વિલ્મર કંપનીમાં તેઓ પોતાનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહ્યા છે. ગ્રુપ તરફથી તે સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બ્લૂમબર્ગના રિપોર્ટમાં બુધવારે દાવો કરવામાં આવ્યો હતો કે, અદાણી જુથ સિંગાપુર બેઝ્ડ વિલ્મર ગ્રુપની સાથે પોતાના જોઇન્ટ વેન્ચર Adani Wilmar થી બહાર નિકળવાનું આયોજન કરી રહ્યા છે.

આ ગણાવ્યું સ્ટેક સેલનું કારણ

બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અધાણી ગ્રુપ અદાણી વિલ્મરમાં પોતાની 44 ટકા હિસ્સેદારીને વેચવાની તૈયારી કરી રહ્યા છે અને હાલના શેર પ્રાઇસના અનુસાર જોઇએ તો તેના દ્વારા અદાણી ગ્રુપને 2.7 અબજ ડોલર મળી શકે છે. રિપોર્ટમાં હિસ્સેદારી વેચવા માટે જે કારણ ગણાવ્યું છે, તેના અનુસાર Adani Group પોતાના કોર બિઝનેસ પર ફોકસ કરતા મુડી એકત્ર કરવા માટે સ્ટેક સેલનું પ્લાન બનાવી રહ્યા છે.

ADVERTISEMENT

અદાણી ગ્રુપની તસવીર સાફ

અદાણી ગ્રુપ અને સિંગાપુર બેઝ્ડ વિલ્મર ગ્રુપનું જોઇન્ટ વેંચર છે. અદાણી આ પગલાને કથિત રીતે વિલ્મર જુથની સાથે ભાગીદારીમાંથી બહાર બહાર નિકળવાની તૈયારી પણ જણાવવામાં આવી રહી છે. ગૌતમ અદાણીની આ કંપની 8 ફેબ્રુઆરી 22022 ના રોજ શેર બજારમાં લિસ્ટ તઇ હતી અને તેની વેલ્યું 6.17 અબજ ડોલર છે. જો કે આ કંપનીમાં પોતાની ભાગીદારીના વેચાણના સમાચારોનું ખંડન કરતા અદાણી ગ્રુપના ફાઇલિંગમાં કહ્યું કે, મીડિયામાં ચાલી રહેલા સમાચારોમાં કોઇ જ તથ્ય નથી. જો એવું કોઇ ડેવલપમેન્ટ હોય છે, તો પછી જરૂરીયાતો અનુસાર અમે તેનો ખુલાસો કરીશું.

ADVERTISEMENT

ભાગીદારીની વહેંચણીના સમાચારોની શેર પર અસર

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, બુધવારે સમાચારોમાં રહેતી આ પ્રકારના સમાચારો વચ્ચે શેર બજારમાં વેપાર દરમિયાન અદાણી વિલ્મરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર સપ્તાહના ચોથા દિવસે ગુરૂવારે દેખાયું અને કારોબાર ખતમ થવા પર અદાણીની આ કંપનીનો શેર 1.11 ટકાનો ઘટાડા સાથે 373.95 રૂપિયાના સ્તર પર બંધ થયો.

1999 માં થઇ હતી અદાણી વિલ્મરની શરૂઆત

અદાણી વિલ્મર અંગે વાત કરીએ તો તેની શરૂઆત 1999 માં થઇ હતી અને તેની શેર બજારમાં લિસ્ટિંગ ગત્ત વર્ષે 2022 માં કરવામાં આવી હતી. Fortune Brand હેઠળ મુખ્ય ખાદ્ય તેલ નિર્માતા કંપની અદાણી વિલ્મરે ગત્ત દિવસોમાં પોતાના જુન 2023 ત્રિમાસીકના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં જણાવાયું હતું કે, કંપનીને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસીકમાં 79 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીએ આ નુકસાન માટે ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડાનું કારણ જણાવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT