PSU shares: PM મોદીના ભાષણ બાદ સરકારી શેરમાં કમાણી, રોકાણકારોની આ શેરો પર નજર

kenil somaiya

ADVERTISEMENT

PM Modi in Rajya Sabha
PM Modi in Rajya Sabha
social share
google news
  • પીએમ મોદીના રાજ્યસભામાં ભાષણ આપ્યા બાદ સરકારી શેરમાં જંગી ઉછાળો
  • સરકારી શેરો તમને માલામાલ કરી દેશે: પીએમ મોદી
  • 56 એવી સરકારી કંપનીઓ જેના ભાવ આસમાને

PM Modi in Rajya Sabha: આજે પીએમ મોદીએ રાજ્યસભામાં લગભગ 2 કલાક અને 13 મિનિટનું લાંબુ ભાષણ આપ્યું હતું. જેની ભાષણના પડઘા શેરબજાર સુધી ગુંજી ઉઠયા હતા કારણ કે, આ ભાષણમાં તેમણે સરકારી શેરમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આ બોલ્યા પછી સરકારી શેરના આંકડાઓ પણ રોકેટની જેમ આગળ વધતાં જોવા મળ્યા.

સરકારી શેરો તમને માલામાલ કરી દેશે: પીએમ મોદી

છેલ્લા 6 મહિનાની વાત કરવામાં આવે તો સરકારી શેરમાં ઝડપી વધારો થયો છે. આવા શેરોએ જબરદસ્ત વળતર આપ્યું છે જેના વિશે કોઈ પૂછતા પણ નહોતા. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે લોકો કહે છે જે સરકારી કંપની બંધ થઈ જશે. તમે તેમાં રોકાણ કરવાનું શરૂ કરો. તમે માલામાલ થઈ જશો.

આ કંપનીના શેરના ભાવમાં જંગી ઉછાળો

પીએમ મોદીએ તેમના ભાષણમાં LIC અને HAL વીમા કંપનીઓના નામ લીધા હતા. જો આ શેર બાબતે છેલ્લા 6 મહિનાના ટ્રેડિંગ ગ્રાફની વાત કરવામાં આવે તો માત્ર 655 રૂપિયા હતો, જે હવે 1029 રૂપિયા પર પહોંચી ગયો છે. હવે જો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરવામાં આવે તો છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 56.37 ટકાનું મજબૂત વળતર પણ આપ્યું છે.છેલ્લા 6 મહિના આ સરકારી કંપનીના શેરની કિંમત 1876 રૂપિયાની આસપાસ હતી, જે હવે વધીને 2933 રૂપિયા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને એક શેરમાંથી રૂ. 1000થી વધુનો નફો થયો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

56 એવી સરકારી કંપનીઓ જેના ભાવ આસમાને

ફક્ત બે કંપનીઓ જ નહીં પરંતુ લગભગ 56 એવી સરકારી કંપનીઓ છે, જેમાં છેલ્લા 6 મહિનામાં 66 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ આ શેરોમાંથી રૂ. 23.7 લાખ કરોડનો જંગી નફો મેળવ્યો છે. આ સમયગાળા દરમિયાન NBCC જેવા શેરોએ પણ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. NBCC જેવા શેરોએ પણ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 232 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. છ મહિના પહેલા આ શેરની કિંમત માત્ર 48 રૂપિયા હતી. જે 160 રૂપિયાને પાર કરી ગયો છે. તેમાં આઈસી, રેલ વિકાસ નિગમ, MMTC, NDMC, સેન્ટ્રલ બેંક, UCO બેંક, IRCON, NHPC સહિત 56 કંપનીઓનો સમાવેશ થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT