રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રૂપ વચ્ચે ખાસ સમજૂતી, કર્મચારી બાબતે લેવાયો મોટો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વિશ્વમાં ગુજરાતના ઉધ્યોગપતિઓ મોખરે છે. ગુજરાતના બે જાણીતા ગ્રુપ વચ્ચે ખાસ ડીલ કરવામાં આવી છે. આ ડીલ હેઠળ, સમાન કામ કરી રહેલા એકબીજાના કર્મચારીઓને હાયર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રૂપ વચ્ચે થયેલો એગ્રીમેન્ટ નો-પોચિંગ એગ્રીમેન્ટ છે. આ કરાર મે મહિનાથી અમલમાં આવ્યો છે.

નો-પોચિંગ એગ્રીમેન્ટ ખૂબ જ રસપ્રદ છે. હાલમાં આ કરાર ભારતના બે સૌથી મોટા જૂથો વચ્ચે કરવામાં આવ્યો છે. બંને જૂથોએ એવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે જ્યાં અન્યની ગ્રુપની નોંધપાત્ર હાજરી છે. ગયા વર્ષે અદાણી જૂથે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ સાથે પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. જ્યાં રિલાયન્સ ગ્રુપનું ખૂબ જ વર્ચસ્વ છે.

નો-પોચિંગ એગ્રીમેન્ટની અસર
ભારતમાં પહેલાથી નો-પોચિંગ એગ્રીમેન્ટ પહેલેથી જ જાણે એક પ્રથા બની ગઈ છે. જે ભારતમાં વધુને વધુ પ્રચલિત થઈ રહ્યો છે. આ પાછળનું કારણ કર્મચારી માટેની લડાઈને વધુ વેગ આપ્યો. નો-પોચિંગ એગ્રીમેન્ટ હેઠળ, સમાન કામ કરતા એકબીજાની કર્મચારીઓને નોકરી પર રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ વેતનની કિંમત પણ વધી રહી છે. વેતન ખર્ચમાં વધારો એ કંપનીઓ માટે જોખમ છે. ખાસ કરીને જ્યાં કર્મચારીની અછત છે. હાલમાં, આ બે ગ્રુપનું કોઈપણ ક્ષેત્રમાં સંયુક્ત બજાર હિસ્સાનું વર્ચસ્વ ધરાવતી નથી.

ADVERTISEMENT

ભૂતકાળમાં ઘણી કોર્પોરેશનોએ તેમના કર્મચારીઓના કરારમાં આ પ્રકારના નિર્ણયો કરવામાં આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં, કરાર સમાપ્ત થયા પછી પણ કર્મચારીઓ હરીફોમાં જોડાઈ શક્યા નથી. અદાણી ગ્રૂપ રિન્યુએબલ એનર્જી, પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન, બંદરો, એરપોર્ટ, સોલાર અને નેચરલ રિસોર્સિસમાં રસ ધરાવે છે. અદાણી જૂથ પેટ્રોકેમિકલ્સ અને એન્ટરપ્રાઇઝ બ્રોડબેન્ડ સેકટરમાં પણ સાહસ કરી રહ્યું છે. જેના માટે તેણે તાજેતરમાં હરાજીમાં રૂ. 212 કરોડનું સ્પેક્ટ્રમ મેળવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT