Stock Market માં ફરી નવો રેકોર્ડ! પહેલીવાર Sensex 80000ને પાર; રોકાણકારો રાજીના રેડ

ADVERTISEMENT

 Share Market Opening Bell
Stock Market માં ફરી નવો રેકોર્ડ!
social share
google news

Share Market Opening Bell : ભારતીય શેરબજાર (Stock Market)  માટે મંગળવારનો દિવસ મંગળમય સાબિત થતો જોવા મળી રહ્યો છે. માર્કેટના પ્રી-ઓપનિંગ સેશનમાં જ ઈતિહાસ રચતા બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે પ્રથમ વખત 80,000ના આંકડાને સ્પર્શ કર્યો. પ્રી-ઓપનમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે આ આંકડાને સ્પર્શ્યો હતો. જોકે, બજારમાં ટ્રેડિંગ શરૂ થયા પછી પણ સેન્સેક્સ અને નિફ્ટી નવા ઓલટાઇમ હાઈ પર ખુલ્યા છે.

સેન્સેક્સમાં જોરદાર ઉછાળો

શેર માર્કેટ (Share Market)માં મંગળવારે ટ્રેડિંગ શરૂ થતાં જ BSE સેન્સેક્સે 211.30 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને 79,687.49 પર શરૂઆત કરી, જ્યારે નિફ્ટી ઓપનિંગની સાથે જ 60.20 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 24,202.20ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો. 

આ શેરમાં આવી તેજી

બજાર ખુલતાની સાથે જ લગભગ 1935 શેરમાં તેજી આવી, 536 શેરના ભાવ ઘટ્યા અને 97 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન આઇશર મોટર્સ (Eicher Motors), વિપ્રો (Wipro), ટેક મહિન્દ્રા (Tech Mahindra), એચસીએલ ટેક્નોલોજીસ (HCL Tech) અને હીરો મોટોકોર્પ (Hero Motocorp) નિફ્ટી પર સૌથી વધુ ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જ્યારે બજાજ ઓટો (Bajaj Auto), સન ફાર્મા  (Sun Pharma), બજાજ ફાઇનાન્સ (Bajaj Finance), ટાટા મોટર્સ (Tata Motors)  અને અદાણી એન્ટરપ્રાઈઝન (Adani Ent Share)ના  શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

નોંધ-  શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો. 

    follow whatsapp

    ADVERTISEMENT