અદાણીને નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે 9878 કરોડનો પડ્યો ફટકો, જાણો અમીરોની યાદીમાં ક્યાં પહોંચ્યા
નવી દિલ્હી: ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થ $1.2 બિલિયન અથવા રૂ. 9,878 કરોડથી વધુ ઘટી છે. અસ્કયામતોમાં આ…
ADVERTISEMENT
નવી દિલ્હી: ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થ $1.2 બિલિયન અથવા રૂ. 9,878 કરોડથી વધુ ઘટી છે. અસ્કયામતોમાં આ ઘટાડા સાથે, તેમની નેટવર્થ ઘટીને 43.1 બિલિયન ડોલર થઈ ગઈ છે અને તે અમીરોની યાદીમાં 27મા નંબરે પહોંચી ગયા છે.
વર્ષ 2023ની શરૂઆત ગૌતમ અદાણી માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ હતી. અને 24 જાન્યુઆરીએ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપની હાલત ખરાબ હતી. એક મહિનાની અંદર અદાણી અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાનેથી 34મા સ્થાને સરકી ગયા. અદાણી ગ્રુપનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ 100 બિલિયન ડોલરની નીચે આવી ગયું. હવે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે અને તેનો પ્રથમ કારોબારી દિવસ સોમવાર પણ તેમના માટે નુકસાનકારક સાબિત થયો છે.
ADVERTISEMENT
અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડો
સોમવારે, નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ટ્રેડિંગ દિવસે, ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ 10માંથી 8 કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. દરમિયાન તેના બે શેર પણ લોઅર સર્કિટ પણ લાગી હતી. એક અદાણી ટ્રાન્સમિશન છે જે 5 ટકા ઘટીને રૂ. 943.40ની સપાટી પર બંધ થયો હતો. આ સિવાય બીજો સ્ટોક અદાણી ગ્રીન એનર્જીનો છે જે 5 ટકા ઘટીને રૂ. 837.10ની સપાટીએ બંધ રહ્યો હતો.
સિમેન્ટ કંપનીઓને બાદ કરતાં બાકીના શેર તૂટ્યા સોમવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન અદાણીના શર્મા ઘટાડો થયો છે જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ 1.85 ટકા ઘટીને રૂ. 1,718.00, અદાણી પાવર 0.78 ટકા ઘટીને રૂ. 190.10, અદાણી વિલ્મર 2.38 ટકા ઘટીને રૂ. 396.20, અદાણી પોર્ટ્સ 0.44 ટકા ઘટીને રૂ. 629.15, અદાણી ટોટલ ગેસ 2.28 ટકા ઘટીને રૂ. 848.00 અને નવી દિલ્હી ટેલિવિઝન (NDTV) 2.95 ટકા ઘટીને રૂ. 186.05 પર આવી ગયા હતા.
ADVERTISEMENT
સિમેન્ટ કંપનીઓના શેરમાં ઉછાળો
જોકે ઘટાડા વચ્ચે, અદાણીના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ સિમેન્ટ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારમાં ટ્રેડિંગના અંતે ACC લિમિટેડનો શેર 2.43 ટકાના વધારા સાથે રૂ.1,707.70 પર બંધ થયો હતો. બીજી તરફ, અદાણીની બીજી સિમેન્ટ સેક્ટરની કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડનો શેર 2.67 ટકાના ઉછાળા સાથે રૂ. 375.30 પર બંધ થયો હતો.ફોર્બના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર સોમવારે છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણી 27માં નંબરે આવી ગયા હતા. નેટ વર્થમાં 1.2 બિલિયન ડોલર એટલેકે રૂ. 9,878 કરોડથી વધુનો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
સંપત્તિમાં આ ઘટાડા સાથે, તેમની નેટવર્થ ઘટીને 43.1 બિલિયન ડોલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તે અબજોપતિઓની યાદીમાં વધુ નીચે આવી ગયા છે. ફોર્બ્સ અનુસાર, ગૌતમ અદાણી હવે વિશ્વના 27મા સૌથી અમીર વ્યક્તિ છે. અદાણી સ્ટોકના આ ઘટાડા માટે આવા સમાચારો પણ જવાબદાર છે, જેમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બજાર નિયામક સેબી એટલે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શન પર નિયમોના ઉલ્લંઘન માટે તપાસ કરી શકે છે.
આ રીતે થઈ હિંડનબર્ગની ખરાબ અસર
24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યારથી ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલ પ્રકાશિત થયો તે પહેલાં, ગૌતમ અદાણી લગભગ 120 બિલિયનની ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાને હતા. રિપોર્ટ જાહેર થયાના થોડા દિવસોમાં, તે ટોપ-10ની યાદીમાંથી બહાર થઈ ગયા અને પછી ટોપ-20 અને ટોપ-30ની યાદીમાંથી પણ નીકળી ગયા હતા . જો કે, માર્ચ 2023 ની શરૂઆતમાં, તેના શેરમાં રિકવરી આવી હતી અને તે 21 માં નંબર પર પહોંચી ગયો હતા. પરંતુ હવે ફરી એકવાર તેના શેર તૂટવાની ખરાબ અસર તેના રેન્કિંગ પર દેખાઈ રહી છે.
આ પણ વાંચો: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલીમાં વધારો, મુંબઈમાં ફરિયાદ દાખલ
હવે ટોપ-10માં કોઈ ભારતીય નથી
વર્ષ 2022માં વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ટોપ-10માં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીનો દબદબો હતો. સપ્ટેમ્બર મહિનામાં, અદાણી 150 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા નંબરે પણ પહોંચી ગયા હતા. જ્યારે , રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ લાંબા સમયથી આ યાદીમાં સામેલ હતા. જો કે, અત્યારે આ ટોપ-10માં કોઈ ભારતીય અબજોપતિ સામેલ નથી. અદાણી 27માં નંબરે છે, જ્યારે મુકેશ અંબાણી 83.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના 13મા સૌથી ધનિક વ્યક્તિ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT