ગુટખા-પાન મસાલા હવે વધુ મોંઘા થશે, 38 ટકાનો વિશેષ ટેક્સ લગાવવા પ્રસ્તાવ મૂકાયો
નવી દિલ્હી: ગુટખા-પાન મસાલા (GST on Gutkha-Pan Masala) પર 38 ટકા ‘વિશિષ્ટ ટેક્સ આધારિત ડ્યૂટી’ લાગુ કરવા માટે મંત્રીઓના જૂથે દરખાસ્ત કરી છે. જો આ…
ADVERTISEMENT
નવી દિલ્હી: ગુટખા-પાન મસાલા (GST on Gutkha-Pan Masala) પર 38 ટકા ‘વિશિષ્ટ ટેક્સ આધારિત ડ્યૂટી’ લાગુ કરવા માટે મંત્રીઓના જૂથે દરખાસ્ત કરી છે. જો આ દરખાસ્ત મંજૂર થશે તો સરકારને ગુટખા-પાન મસાલા પર વેચાણમાંથી વધુ આવક થશે અને તેના બંધાણીઓના ખિસ્સા પર મોટો બોજો પડશે. આ ટેક્સને વસ્તુઓની છૂટક કિંમત સાથે જોડવામાં આવશે. હાલમાં આ વસ્તુઓ પર 28 ટકા GST વસૂલવામાં આવે છે અને કિંમત અનુસાર ચાર્જ વસૂલવામાં આવે છે.
કરચોરી રોકવા સમિતીએ ટેક્સ વધારવા રજૂઆત કરી
ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે મંત્રીઓના એક ગ્રુપને આ કરચોરી કરાતી આ વસ્તુઓ પર કેપેસિટી મુજબ ટેક્સ લાગુ કરવા પર વિચાર કરવા કહ્યું હતું. જે બાદ ઓડિશાના નાણામંત્રી નિરંજન પુજારીની અધ્યક્ષતામાં બનેલી મંત્રીઓની સમિતીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે અને 38 ટકા ટેક્સ લાગુ કરવા માટે કહ્યું છે.
સમિતીએ ટેક્સ વધારવા કરી ભલામણ
બિઝનેસ સ્ટાન્ડર્ડની એક રિપોર્ટ મુજબ, સમિતી તરફથી રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટને જો મંજૂરી આપવામાં આવી તો ગુટખા-પાન મસાલા સહિતની વસ્તુઓ પર ટેક્સ ચોરી રોકવામાં મદદ મળશે. રિટેલ વેપારીઓ અને સપ્લાયર સ્તર પર ટેક્સની ચોરીને રોકી શકાશે. સાથે જ સરકારની આવકમાં પણ વધારો થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT