IND vs PAK World Cup 2023: ભારતીય ટીમે વર્લ્ડ કપ (વર્લ્ડ કપ 2023)માં શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ 8 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ચેન્નાઈમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. આ જીત બાદ ભારતીય ટીમનું ધ્યાન હવે આગામી મેચો પર છે. ખાસ કરીને 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચ પર. જો કે આ મેચ પહેલા ભારતીય ટીમની જર્સીને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ વાતો ચાલી રહી છે. જેના પર હવે BCCIની પ્રતિક્રિયા સામે આવી છે.
ADVERTISEMENT
શું ઓરેન્જ જર્સીમાં પાક સામે રમશે ભારત?
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એવી વાતો સામે આવી રહી છે કે પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમ ઓરેન્જ જર્સીમાં જોવા મળશે. જેને લઈને BCCIની પ્રતિક્રિયા સામે આવી છે. બીસીસીઆઈના ટ્રેઝરર આશિષ શેલારે આવા અહેવાલોને નકારી કાઢ્યા છે. આશિષ શેલારે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે,
“અમે આવા દાવાઓને ફગાવીએ છીએ. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમ વાદળી રંગની જર્સી પહેરશે, આ અહેવાલ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આવા સમાચાર માત્ર કલ્પના છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં માત્ર વાદળી જર્સીમાં રમશે.
ADVERTISEMENT
