World Cup 2023: વિરાટ કોહલીએ 9 વર્ષ બાદ વન ડેમાં લીધી વિકેટ, ખુશીથી ઝૂમી ઉઠી અનુષ્કા, જુઓ વીડિયો

Virat Kohli Wicket: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેમના રન અને સદી માટે જાણીતા છે, પરંતુ રવિવારે નેધરલેન્ડ સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ફેન્સને…

gujarattak
follow google news

Virat Kohli Wicket: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેમના રન અને સદી માટે જાણીતા છે, પરંતુ રવિવારે નેધરલેન્ડ સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ફેન્સને કંઈક હટકે જોવા મળ્યું. વિરાટ કોહલીએ આ મેચમાં પોતાની વિસ્ફોટક બોલિંગથી ફેન્સને ખૂબ જ એન્ટરટેન કર્યા છે. રસપ્રદ વાત એ છે કે વિરાટ કોહલીએ નેધરલેન્ડ સામેની આ વર્લ્ડ કપ મેચમાં એક વિકેટ પણ લીધી છે. વિરાટ કોહલીએ લગભગ 9 વર્ષ બાદ વન ડેમાં વિકેટ લીધી છે.

9 વર્ષ બાદ વનડેમાં કોહલીએ લીધી વિકેટ

વિરાટ કોહલીએ આ પહેલા વનડે ઈન્ટરનેશનલમાં વિકેટ 31 જાન્યુઆરી 2014ના રોજ વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં લીધી હતી. વિરાટ કોહલીએ તે વનડે મેચમાં 7 ઓવરમાં 36 આપીને 1 વિકેટ લીધી હતી. વિરાટ કોહલીએ તે વનડે મેચમાં ન્યૂઝીલેન્ડના તત્કાલિન કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમને 23 રનના પર્સનલ સ્કોર પર રોહિત શર્માના હાથે કેચ કરાવ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 87 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપ 2023માં રવિવારે નેધરલેન્ડ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ લગભગ 9 વર્ષ બાદ ફરી એકવાર વન-ડેમાં વિકેટ લીધી.

ખુશી ઝૂમી ઉઠી અનુષ્કા

વાસ્તવમાં વિરાટ કોહલીએ નેધરલેન્ડની ઈનિંગ્સની 25મી ઓવરમાં ડચ કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. વિરાટ કોહલીએ 25મી ઓવરના ત્રીજા બોલ પર નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. સ્કોટ એડવર્ડ્સ 17 રન બનાવીને વિરાટ કોહલીની બોલિંગ પર આઉટ થઈ ગયા હતા. સ્કોટ એડવર્ડ્સની વિકેટ લીધા બાદ વિરાટ કોહલીની ખુશીની કોઈ સીમા ન રહી. તો બીજી બાજુ વિરાટ કોહલીએ વિકેટ લીધા બાદ અનુષ્કા શર્મા પણ ખુશી ઝૂમી ઉઠી. અનુષ્કા શર્માનું ગજબનું રિએક્શન જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાએ દેશવાસીઓને આપી દિવાળીની ગિફ્ટ

કેએલ રાહુલ (102 રન, 64 બોલ) વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર બન્યા. ભારતે અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું અને નવમી જીત નોંધાવી.

    follow whatsapp