IPL 2024: કોહલીએ રચ્યો ઈતિહાસ, 'વિરાટ' રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો

Gujarat Tak

• 01:10 PM • 26 Apr 2024

Virat Kohli IPL Career: ગઇકાલે IPL 2024 ની 41મી  હૈદરાબાદ સામેની મેચમાં RCB 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. જયારે સનરાઇઝર્સ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શકી હતી. આ ઇનિંગમાં કોહલીએ 43 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Virat Kohli IPL Career:

કોહલીનો 'વિરાટ' રેકોર્ડ

follow google news

Virat Kohli IPL Career: ગઇકાલે IPL 2024 ની 41મી  હૈદરાબાદ સામેની મેચમાં RCB 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. જયારે સનરાઇઝર્સ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શકી હતી. આ ઇનિંગમાં કોહલીએ 43 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી.  એટલું જ નહીં વિરાટ કોહલીએ વધુ એક ઈતિહાસ તેમના નામ કર્યો છે, તે IPLમાં ઓપનર તરીકે કોઈપણ એક ફ્રેન્ચાઈઝી માટે 4000 રન બનાવનાર એકમાત્ર ક્રિકેટર બની ગયો છે. 

આ પણ વાંચો

કોહલીનો 'વિરાટ' રેકોર્ડ

કોહલી IPLમાં શિખર ધવન (6,362), ક્રિસ ગેલ (4,480) અને ડેવિડ વોર્નર (5,909) બાદ 4000 થી વધુ રન બનાવનાર ચોથો ઓપનર બન્યો છે. કોહલીએ હવે ઓપનર તરીકે 4041 રન બનાવ્યા છે, હાલમાં કેએલ રાહુલ તેની પાછળ છે. જેમના ઓપનર તરીકે 3965 રન છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ પણ 25 એપ્રિલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

તેંડુલકરના ગુરુ પાસેથી તાલીમ લઈને Uday Kotak નું ક્રિકેટર બનવાનું હતું સપનું, પરંતુ કોટક જેવી મોટી બેંક સ્થાપી

આ IPLમાં ઓરેન્જ કેપ હોલ્ડર છે કોહલી

આ રીતે કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈનાને પણ પાછળ છોડી દીધો છે. રૈનાએ IPL સિઝનમાં નવ વખત 400 રનનો આંકડો પાર કર્યો હતો. જો કે, 25મી એપ્રિલે રમાયેલી મેચમાં બેંગલુરુ માટે કિંગ કોહલીએ 43 બોલમાં 51 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. આ રીતે RCBએ 206/7નો સ્કોર કર્યો. આ રીતે RCBએ મેચ 35 રને જીતી લીધી અને IPLમાં બીજી જીત નોંધાવી. કોહલી IPLમાં ઓરેન્જ કેપ હોલ્ડર છે, અત્યાર સુધી તેણે 9 IPL મેચોમાં 61.43ની એવરેજ અને 145.76ની સ્ટ્રાઈક રેટથી કુલ 430 રન બનાવ્યા છે.

કોહલીએ IPLમાં 10મી વખત 400+ રન ફટકાર્યા

2011થી અત્યાર સુધીની સિઝનમાં વિરાટ કોહલી 400+ રન બનાવ્યા છે. આવું કરનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો. તેમણે વર્ષ 2016માં સૌથી વધુ 973 રન બનાવ્યા હતા, જે IPLના ઈતિહાસમાં એક સિઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા બનાવવામાં અત્યાર સુધીના સૌથી વધુ રન છે.

    follow whatsapp