Hardik Pandya and Natasa Stankovic: હાલમાં જ હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના ડિવોર્સની અટકળો ઉઠી છે. તાજેતરમાં જ નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં નામની પાછળથી પંડ્યા હટાવી લીધું હતું. ઉપરાંત IPLની મેચમાં પણ તે હાર્દિક પંડ્યાને ચીયર કરતા એક પણ વખતે જોવા મળી નહોતી. એવામાં અટકળો તેજ બની હતી કે નતાશા અને હાર્દિકની વચ્ચે બધુ બરાબર નથી અને તેઓ અલગ થવાના છે. તો સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા યુઝર્સ કરી રહ્યા છે કે હાર્દિકથી અલગ થઈને નતાશાએ તેની પ્રોપર્ટીમાં 70 ટકા હિસ્સો માગ્યો છે. જોકે ગુજરાત તક આ અહેવાલની પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર યુઝર્સમાં શું ઉઠી ચર્ચા?
નતાશાના આ પગલાથીઓ ચર્ચાઓ ઉઠી છે કે હાર્દિક સાથે તેના સંબંધમાં તિરાડ પડી છે અને બંને છૂટા થઈ શકે છે. તો મીડિયા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરીને X પર યુઝર્સ પોસ્ટ કરી રહ્યા છે કે, હાર્દિકની પ્રોપર્ટીનો 70 ટકા ભાગ નતાશા લઈ જશે. જોકે નતાશા કે હાર્દિક તરફથી ડિવોર્સની અટકળો પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા કે નિવેદન આપવામાં આવ્યું નથી. એવામાં ફેન્સ પણ બંનેના ભવિષ્યને લઈને ખૂબ ચિંતિત છે.
બંને છેલ્લે ક્યારે સાથે જોવા મળ્યા હતા?
તમને જણાવી દઈએ કે પંડ્યા અને તેની પત્ની છેલ્લે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના રોજ સાથે જોવા મળ્યા હતા. આ પછી બંને સાથે જોવા મળ્યા ન હતા. નતાશાએ હાર્દિક સાથેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. અને એવી તસવીરો જ ત્યાં રાખવામાં આવી છે, જેમાં તેમનો પુત્ર અગસ્ત્ય જોવા મળે છે.
હાર્દિક અને નતાશાના લગ્ન મે 2020માં થયા હતા અને તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ જુલાઈ 2020માં થયો હતો. 2023 માં, તેઓએ ઉદયપુરમાં હિન્દુ અને ખ્રિસ્તી ધાર્મિક વિધિઓ અનુસાર ફરીથી લગ્ન કર્યા. હાર્દિક પંડ્યાના બીજા લગ્ન પણ ચર્ચામાં હતા.
ADVERTISEMENT
