World Cup 2023: ભલે 47 રન બનાવીને આઉટ થયાં કેપ્ટન રોહિત શર્મા, પરંતુ રચ્યો મોટો ઈતિહાસ

Yogesh Gajjar

• 11:41 AM • 19 Nov 2023

Rohit Sharma Record: જે ધાર્યું હતું તે જ થયું, ફાઈનલમાં કેપ્ટન રોહિત શર્માએ તોફાની અંદાજમાં બેટિંગ કરી. જોકે, તેઓ થોડા જલ્દી આઉટ થઈ ગયા અને…

gujarattak
follow google news
Rohit Sharma Record: જે ધાર્યું હતું તે જ થયું, ફાઈનલમાં કેપ્ટન રોહિત શર્માએ તોફાની અંદાજમાં બેટિંગ કરી. જોકે, તેઓ થોડા જલ્દી આઉટ થઈ ગયા અને 47 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. પરંતુ આ માટે તેમણે માત્ર 31 બોલ રમ્યા છે. આ દરમિયાન તેમણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. હિટમેન ભલે જલ્દી આઉટ થઈ ગયા પરંતુ તેમણે કેપ્ટન તરીકે ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્માએ તેમની ઈનિંગમાં જેવા 29 રન બનાવ્યા કે તરત જ તેઓ વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયા. તેમણે કેન વિલિયમસનને પાછળ છોડી દીધા છે.

એક સિઝનમાં કેપ્ટન તરીકે..

હકીકતમાં, રોહિત શર્મા હવે વનડે વર્લ્ડ કપની એક સિઝનમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. આ સિઝનમાં રોહિત શર્માએ 597 રન બનાવ્યા છે, જે એક કેપ્ટન તરીકે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન છે. હિટમેન પહેલા આ રેકોર્ડ કેન વિલિયમસનના નામે હતો જેમણે 2019 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે 578 રન બનાવ્યા હતા. આ સિવાય આ લિસ્ટમાં મહેલા જયવર્દનેનું નામ આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન
– 597 રન – રોહિત શર્મા (2023)
– 578 રન – કેન વિલિયમસન (2019)
– 548 રન – મહેલા જયવર્દને (2007)
– 539 રન – રિકી પોન્ટિંગ (2007)
– 507 રન – એરોન ફિન્ચ (2019)

પહેલા પણ બનાવી ચૂક્યા છે રેકોર્ડ

રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં પહેલા પણ ઘણા રેકોર્ડ બનાવી ચૂક્યા છે. તાજેતરમાં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય રોહિત શર્માએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી પણ બની ગયા છે.

અમદાવાદમાં રમાઈ રહી છે મેચ

હજુ મેચ ચાલું છે. બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન વિશે જાણી લો. ઓસ્ટ્રેલિયાઃ ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ જામ્પા, જોશ હેઝલવુડ. ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો
    follow whatsapp