IPL 2024: MS Dhoniએ છોડી CSKની કેપ્ટનશીપ, જાણો કોને સોંપાઈ ટીમની કમાન

Gujarat Tak

21 Mar 2024 (अपडेटेड: Mar 21 2024 4:22 PM)

MS Dhoni: IPLની નવી સીઝન આવતીકાલથી શરૂ થઈ રહી છે. CSK અને RCB વચ્ચે મેચ રમવાની છે. જોકે આ પહેલા જ ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સને ઝટકો લાગ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી છે.

MS Dhoni

MS Dhoni

follow google news

MS Dhoni: IPLની નવી સીઝન આવતીકાલથી શરૂ થઈ રહી છે. CSK અને RCB વચ્ચે મેચ રમવાની છે. જોકે આ પહેલા જ ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સને ઝટકો લાગ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી છે. તેના સ્થાના ઋતુરાજ ગાયકવાડને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા તમામ 9 ટીમોના કેપ્ટન અને પંજાબની ટીમના વાઈસ કેપ્ટનનું ટ્રોફી સાથે ફોટોશૂટ થયું હતું. જેમાં CSK તરફથી કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડ જોવા મળ્યો હતો. 

આ પણ વાંચો

આ પણ વાંચો: 'વોટ્સએપ પર 'વિકસિત ભારત'વાળા મેસેજ મોકલવાના બંધ કરો', ચૂંટણી પંચનો સરકારને આદેશ

ધોનીએ અગાઉ આપ્યા હતા સંકેત

IPLની આ સીઝન શરૂ થતા પહેલા જ MS Dhoniએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું કે, 'નવી સીઝન અને નવા 'રોલ'ની રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો!' આ પોસ્ટમાં માહીએ તેનો નવો રોલ શું હશે તેનો ખુલાસો કર્યો નહોતો. હવે આ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે ધોની કયા નવા રોલમાં જોવા મળશે. શક્ય છે કે તે હવે વિકેટની પાછળથી CSKના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને સૂચન આપતા દેખાય.

 

ધોનીએ ચેન્નઈને 5 ટાઈટલ જીતાડ્યા

42 વર્ષીય ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તે આઈપીએલમાં રમી રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 5 વખત ખિતાબ જીતી ચૂકી છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે ગત સિઝન એટલે કે 2023માં પણ જીત મેળવી હતી. ત્યારે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.

ઋતુરાજ ગાયકવાડ CSKનો ચોથો કેપ્ટન હશે

તમને જણાવી દઈએ કે 27 વર્ષીય સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ ટીમના ચોથા કેપ્ટન હશે. ધોની ઉપરાંત આ પહેલા રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના કેપ્ટનશીપ કરી ચુક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી છે. જ્યારે જાડેજાએ 8 મેચમાં અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશિપ કરી હતી. ઋતુરાજ ગાયકવાડની વાત કરીએ તો તેને એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવાની તક મળી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બાદથી તેને CSKના નવા કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હતો. 

    follow whatsapp