IPL 2024: Shubman Gill એ બેટથી મચાવી ધમાલ, વિરાટ કોહલીનો તોડ્યો આ 'બિગ રેકોર્ડ'

Gujarat Tak

11 Apr 2024 (अपडेटेड: Apr 11 2024 10:17 AM)

RR vs GT IPL 2024: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે 10 એપ્રિલે IPL ઈતિહાસમાં એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો. તેઓ IPLમાં 3000 રન સુધી પહોંચનારા સૌથી નાની વયના ખેલાડી બની ગયા છે.

Shubman Gill Break Virat Kohli Record

વિરાટ કોહલીથી આગળ નીકળ્યા શુભમન ગિલ

follow google news

Shubman Gill Break Virat Kohli Record |  RR vs GT IPL 2024: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે 10 એપ્રિલે IPL ઈતિહાસમાં એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો. તેઓ IPLમાં 3000 રન સુધી પહોંચનારા સૌથી નાની વયના ખેલાડી બની ગયા છે. આ રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગની રેકોર્ડબુકમાં શુભમન ગિલે પોતાના નામની એન્ટ્રી કરાવી લીધી છે. તો આ રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર અંદાજમાં છેલ્લા બોલે 3 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતા રાજસ્થાને 196/3નો સ્કોર બનાવ્યો હતો.

આ પણ વાંચો

વિરાટ કોહલીને છોડ્યા પાછળ

જોકે, આ મેચમાં શુભમન ગિલે 24 વર્ષ અને 215 દિવસની ઉંમરમાં 3000 IPL રન બનાવવાની મોટી સિદ્ધિ હાંસલ કરી. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલીના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો, જેમણે 26 વર્ષ અને 186 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી. 3000 રન પૂરા કરવા મામલે સંજુ સેમસન (26 વર્ષ અને 320 દિવસ) ત્રીજા સ્થાને છે, ત્યારબાદ સુરેશ રૈના (27 વર્ષ અને 161 દિવસ) અને રોહિત શર્મા (27 વર્ષ અને 343 દિવસ) છે.


તો રાજસ્થાન રોયલ્સ સામે રમતા શુભમન ગિલે 4000 T20 રન પણ પૂરા કર્યા. માત્ર 24 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરીને શુભમન ગિલે બતાવ્યું કે તેમને ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી ખેલાડી કેમ કહેવામાં આવે છે.

94 ઈનિંગ્સમાં બનાવ્યા 3 હજાર રન

શુભમન ગિલે IPLમાં 3000 રન બનાવવા માટે 94 ઈનિંગ્સ રમી છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી ટૂંકી ઈનિંગ્સમાં 3000 રન બનાવનારા તેઓ સંયુક્ત રીતે ચોથા ખેલાડી છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ 75 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવીને ટોચ પર છે, ત્યાર બાદ કેએલ રાહુલ (80 ઈનિંગ્સ) અને જોસ બટલર (85 ઈનિંગ્સ)નો નંબર છે.

સૌથી નાની ઉંમરે 3000 IPL રન બનાવનાર

- 24 વર્ષ - 215 દિવસ - શુભમન ગિલ
- 26 વર્ષ - 186 દિવસ - વિરાટ કોહલી
- 26 વર્ષ - 320 દિવસ - સંજુ સેમસન
- 27 વર્ષ - 161 દિવસ - સુરેશ રૈના
- 27 વર્ષ - 343 દિવસ - રોહિત શર્મા

IPLમાં 3000 રન માટે સૌથી ઓછી ઈનિંગ્સ

- 75 - ક્રિસ ગેલ
- 80 - કેએલ રાહુલ
- 85 - જોસ બટલર
- 94 - શુભમન ગિલ
- 94 - ડેવિડ વોર્નર
- 94 - ફાફ ડુ પ્લેસિસ
 

    follow whatsapp