IPL 2024: ટૂંક સમયમાં બદલાઈ શકે છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ! સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

IPL 2024 Royal Challengers Bangalore: IPL 2024 શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં થઈ શકે છે મોટા ફેરફાર

Royal Challengers Bangalore

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

IPL 2024 શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી

point

સોશિયલ મીડિયા પર એક પોસ્ટે ફેન્સને ચોંકાવી દીધા

point

ટૂંક સમયમાં બદલાઈ શકે છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ

IPL 2024 Royal Challengers Bangalore: IPL 2024 શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટે ફેન્સને ચોંકાવી દીધા છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ ટૂંક સમયમાં બદલાઈ શકે છે. જોકે, આ અંગે ફ્રેન્ચાઈઝી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ

હકીકતમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે હવે IPL 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ તે પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું નામ બદલવાના સમાચાર સામે આવ્યા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર તેને લઈને એક પોસ્ટ સામે આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આની જાહેરાત 19 માર્ચે RCB દ્વારા અનબોક્સ દરમિયાન કરવામાં આવશે. ફેન્સ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. 

IPL 2024 પહેલા ટીમ સાથે જોડાયા કેપ્ટન

IPL 2024માં પોતાના અભિયાનની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 22 માર્ચથી કરશે. RCB અને CSK વચ્ચે 22 માર્ચે મેચ રમાશે. આ પહેલા ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આરસીબી કેમ્પમાં સામેલ થઈ ગયો છે. જે બાદ ફાફ ડુ પ્લેસિસે પણ નેટ્સમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી.

 

વિરાટ કોહલીની રાહ જોઈ રહ્યા છે ફેન્સ

બીજી તરફ ફેન્સ હવે વિરાટ કોહલીની વાપસીની રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલી વિશે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોહલી 17 માર્ચ સુધી ટીમ કેમ્પમાં સામેલ થઈ શકે છે. વિરાટ કોહલી ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે.બીજી વખત પિતા બનવાના કારણે વિરાટે ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
 

    follow whatsapp