VIDEO: હાર્દિકની કેપ્ટનશિપ પર પહેલીવાર ખુલીનો બોલ્યો રોહિત, સિક્રેટ વીડિયો વાયરલ

Gujarat Tak

• 05:27 PM • 08 Apr 2024

IPL 2024 માં હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ 7 એપ્રિલે મુંબઈએ દિલ્હી કેપિટલ્સ સામે આ સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. રોહિત પણ ટીમની પ્રથમ જીતથી ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. જે બાદ રોહિત શર્માએ ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

IPL MI vs DC

ડ્રેસિંગ રૂમમાં રોહિત શર્માની પ્રતિક્રિયા

follow google news

IPL MI vs DC: IPL 2024 માં હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ 7 એપ્રિલે મુંબઈએ દિલ્હી કેપિટલ્સ સામે આ સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. આ સિઝનની પ્રથમ જીતનું સેલિબ્રેશન ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સહિત મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અને તેના ચાહકોએ કર્યું હતું. આ જીત બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપને લઈને રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મેચ બાદ રોહિત શર્માએ ડ્રેસિંગ રૂમમાં ટીમના તમામ ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો

ડ્રેસિંગ રૂમમાં રોહિત શર્માની પ્રતિક્રિયા

IPL 2024ની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું હતું. આ મેચમાં મુંબઈની બેટિંગ શાનદાર રહી હતી. મેચમાં રોહિત શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. પરંતુ રોહિત તેની અડધી સદી ચૂકી ગયો પરંતુ તેની શાનદાર ઇનિંગ્સ માટે રોહિતને કોચ માર્ક બાઉચર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. રોહિત પણ ટીમની પ્રથમ જીતથી ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. જે બાદ રોહિત શર્માએ ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રોહિતે કહ્યું કે આ મેચમાં આપણું પ્રદર્શન એવું હતું જે આપણે પ્રથમ મેચથી જ શોધતા આવ્યા છીએ. જો તમામ બેટ્સમેન પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે તો વ્યક્તિગત પ્રદર્શનમાં કોઈ ફરક પડતો નથી અને આ જ આપણા બેટિંગ કોચ (પોલાર્ડ), માર્ક (બાઉચર) અને કેપ્ટન (હાર્દિક) ઈચ્છે છે.

મુંબઈ ઈન્ડિયન્સે 234 રન બનાવ્યા હતા

દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. આ મેચમાં રોહિત શર્મા, ઈશાંત શર્મા, ટિમ ડેવિડ, કેપ્ટન હાર્દિક પંડ્યા અને રોમારિયો શેફર્ડે ઘણી શાનદાર ઈનિંગ્સ રમી હતી. જેના કારણે ટીમ આટલો મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. આ મેચમાં રોમારિયો શેફર્ડે ઇનિંગની છેલ્લી ઓવરમાં 32 રન બનાવ્યા હતા.

    follow whatsapp