World Cup 2023: શિવાજીની ધરતી પર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાની ટીમને હરાવી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023ના સેમીફાઈનલમાં જોરદાર એન્ટ્રી કરી લીધી છે. વર્લ્ડકપ 2023માં રોહિત શર્માની સેનાએ સતત 7 મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની મેચમાં ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું છે. વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી. વર્લ્ડ કપ 2023માં ભારત અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું છે.
ADVERTISEMENT
શ્રીલંકા 55 રનમાં ઓલઆઉટ
ટીમ ઈન્ડિયાના ઘાતક ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે શિવાજીની ધરતી એટલે કે મુંબઈમાં પોતાની ઘાતક બોલિંગથી શ્રીલંકાની ટીમને માત્ર 55 રનમાં આઉટ કરી દીધી. મોહમ્મદ શમીએ ઘાતક બોલિંગ કરીને માત્ર 18 રન આપીને 5 વિકેટ લીધી.
મોહમ્મદ શમી અને સિરાજે કરી કિલર બોલિંગ
મોહમ્મદ સિરાજે પણ તેની કિલર બોલિંગથી તબાહી મચાવી હતી અને માત્ર 16 રનમાં 3 વિકેટ લીધી હતી. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા અને શ્રીલંકા સામે 358 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો.
શુભમન ગિલે બનાવ્યા હતા 92 રન
ટીમ ઈન્ડિયા તરફથી યુવા ઓપનર શુભમન ગિલે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 88 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય શ્રેયસ અય્યરે પણ 56 બોલમાં 82 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ 55 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
ADVERTISEMENT
