IND Vs USA: ભારત-અમેરિકાની મેચમાં વરસાદ પડશે તો પાકિસ્તાન ફાવી જશે? જાણો આજે કેવું રહેશે હવામાન

T20 World Cup 2024 IND Vs USA: આજે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ત્રીજી મેચ USA સામે રમાશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે. આ સિઝનમાં બંને ટીમો શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે.

ભારત-અમેરિકાની મેચ પર વરસાદનું સંકટ?

T20 World Cup 2024 IND Vs USA

follow google news

T20 World Cup 2024 IND Vs USA: આજે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ત્રીજી મેચ USA સામે રમાશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે. આ સિઝનમાં બંને ટીમો શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. બંનેએ પોત-પોતાની 2-2 મેચ જીતી છે. જે પણ ટીમ આજની મેચ જીતશે તે સુપર-8 માટે ક્વોલિફાય થશે. આ મેચને લઈને ફેન્સના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે કે શું આજે પણ મેચ પર વરસાદનું વિધ્ન છે? ન્યૂયોર્કમાં આજે મેચ દરમિયાન હવામાન કેવું રહેશે?

આજે આવું રહેશે ન્યૂયોર્કનું હવામાન

ભારત અને યજમાન યુએસએ વચ્ચે રમાનારી મેચ પર વરસાદનું જોખમ ઘણું ઓછું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ન્યૂયોર્કમાં આજે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આ સિવાય મેચ દરમિયાન સૂર્યપ્રકાશ પણ જોવા મળશે. આવી સ્થિતિમાં આજે ફેન્સને એક રોમાંચક મેચ જોવા મળી શકે છે. જોકે, જ્યારે મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે પણ વરસાદની શક્યતા ઘણી ઓછી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ વરસાદને કારણે મેચ દરમિયાન મુશ્કેલી સર્જાઈ હતી.

જે જીતશે તે સુપર-8માં પહોંચશે

ભારત અને યુએસએ અત્યાર સુધીમાં 2-2 મેચ રમી છે. આ વર્લ્ડ કપમાં અમેરિકાએ પણ પાકિસ્તાનને હરાવ્યું છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આજે યુએસએને હળવાશથી લેવાનું પસંદ કરશે નહીં. અત્યારે પોઈન્ટ ટેબલમાં બંને ટીમોના 4-4 પોઈન્ટ છે પરંતુ સારા નેટ રન રેટના કારણે ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાને છે અને યુએસએ બીજા સ્થાને છે. આજની મેચ જીતીને એક ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થશે.


 

    follow whatsapp