Hardik Pandya latest News: સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 27 જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. ભારતની T20 વર્લ્ડ કપ જીતના હીરોમાંથી એક પંડ્યાએ અંગત કારણોથી ઓગસ્ટ મહિનામાં રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યા કરશે ટીમનું નેતૃત્વ: સૂત્રો
BCCIના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, 'હાર્દિક પંડ્યા રોહિત શર્માના નેતૃત્વમાં ભારતના ટી20 વાઈસ કેપ્ટન હતા. તેઓ સંપૂર્ણ રીતે ફિટ છે અને ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ઉપલબ્ધ છે અને ટીમનું નેતૃત્વ કરશે.'
રોહિત શર્માએ લીધો છે સંન્યાસ
રોહિત શર્માએ વર્લ્ડ કપના અંતે T20 ઈન્ટરનેશનલ મેચોમાંથી સંન્યાસ લીધો હતી, આવી સ્થિતિમાં સવાલ એ હતો કે આ ફોર્મેટમાં ટીમની કમાન કોણ સંભાળશે? શ્રીલંકા સામેની T20 આંતરરાષ્ટ્રીય મેચો 27થી 30 જુલાઈ સુધી પલ્લેકેલમાં રમાશે, ત્યારબાદ 2થી 7 ઓગસ્ટ દરમિયાન કોલંબોમાં વનડે મેચો રમાશે.
ટૂંક સમયમાં કરાશે ટીમની જાહેરાત
આ સિરીઝ માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે પંડ્યાની જગ્યાએ વાઈસ-કેપ્ટન કોણ હશે, પરંતુ તાજેતરમાં ઝિમ્બાબ્વે સામે 4.1થી સિરીઝ જીતનાર ભારતની કપ્તાની કરનાર શુભમન ગિલ અને ગત વર્ષે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં ટીમની આગેવાની કરનાર સૂર્યકુમાર યાદવની વચ્ચે આને લઈને સ્પર્ધા છે.
પંડ્યાએ માંગ્યો છે બ્રેક
વન ડેને લઈને BCCI અધિકારીએ પુષ્ટિ કરી કે પંડ્યાએ રજા માંગી છે અને તેમણે નિયમિત કેપ્ટન રોહિત શર્માને પણ આ અંગે જાણ કરી છે, જેઓ આ સિરીઝમાંથી બ્રેક લઈ રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, ખૂબ જ અંગત કારણોસર વનડેમાંથી બ્રેક લેવામાં આવ્યો છે. મીડિયામાં જેવું જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે હાર્દિક પંડ્યાને ફિટનેસ સંબંધિત કોઈ સમસ્યા નથી.
વનડેમાં કેએલ રાહુલ દાવેદાર
વનડે માટે કેએલ રાહુલ, જેમણે સાઉથ આફ્રિકમાં છેલ્લી વનડે સિરીઝમાં કેપ્ટનશીપ કરી હતી, તેઓ શુભમન ગિલની સાથે કેપ્ટનના દાવેદાર હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં ટીમ સિલેક્શન કેવું થશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
ભારત-શ્રીલંકાનું શેડ્યૂલ
- 27 જુલાઈ- પહેલી T20, પલ્લેકેલ
- 28 જુલાઈ- બીજી T20, પલ્લેકેલ
- 30 જુલાઈ- ત્રીજી T20, પલ્લેકેલ
- 2 ઓગસ્ટ- પહેલી ODI, કોલંબો
- 4 ઓગસ્ટ- બીજી ODI, કોલંબો
- 7 ઓગસ્ટ- ત્રીજી ODI, કોલંબો
ADVERTISEMENT
