IND vs NZ: ન્યૂઝીલેન્ડને રગદોળીને ભારતીય ટીમનો વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ

Krutarth

15 Nov 2023 (अपडेटेड: Nov 15 2023 5:06 PM)

India vs New Zealand World Cup Semi Final 2023 Live Score: ICC ODI વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમીફાઈનલ મેચ આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે…

Indian team win

Indian team win

follow google news

India vs New Zealand World Cup Semi Final 2023 Live Score: ICC ODI વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમીફાઈનલ મેચ આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીત્યા બાદ રોહિત શર્માનો પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો હતો. ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોને જ્યાં જોઈએ ત્યાં માત આપી હતી. પહેલા રમતા ભારતે 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો

ભારતની શરૂઆત શાનદાર રહી હતી. કેપ્ટન રોહિત શર્મા (47), શુભમન ગિલ (80)એ પ્રથમ 8.2 ઓવરમાં 71 રન ઉમેર્યા હતા. શુભમન ગિલ પણ સારા ટચમાં દેખાતો હતો, પરંતુ તે 79ના સ્કોર પર હર્ટ આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી (117) એ ODI ક્રિકેટ ઈતિહાસમાં 50 સદી ફટકારી. આ રીતે તે ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો. શ્રેયસ અય્યરે (105) પણ તોફાની સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડનો સૌથી સફળ બોલર ટિમ સાઉથી હતો. જેને 3 સફળતા મળી હતી. જો કે સાઉદી ખૂબ મોંઘો પણ સાબિત થયો હતો. પરંતુ તેણે પોતાની 10 ઓવરમાં 100 રન આપ્યા. જ્યારે ટ્રેન્ટ બોલ્ટને એક વિકેટ મળી હતી.

આ સાથે ભારતે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 26 માર્ચ 2015ના રોજ સિડનીમાં ભારત સામેની સેમીફાઈનલમાં 328/7 (50) રન બનાવ્યા હતા. ભારત માટે આજનો દિવસ ખુબ જ સારો સાબિત થયો હતો. વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઉપરાંત વિરાટ કોહલીએ સદીની પણ અડધી સદી ફટકારીને સચિનનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. આ ઉપરાંત શામીએ પણ સૌથી ઓછા રન આપીને પાંચ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત ખુબ જ સારી રહી હતી. એક તબક્કે તો મેચ રસાકસીના દોરમાં આવી હતી. જો કે ત્યાર બાદ એક પછી એક વિકેટો પડવા લાગી હતી. ન્યૂઝીલેન્ડની આખી ટીમ પત્તાના મહેલની જેમ કડડ ભુસ થઇને પડી હતી. આ પ્રકારે ભારતનો સેમીફાઇનલમાં 70 રનથી ભવ્ય વિજય થયો હતો. ન્યૂઝીલેન્ડની ટીમને ઓલઆઉટ કરી હતી. મોહમ્મદ શામીએ રેકોર્ડ 7 વિકેટ ઝડપી હતી. તો વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં સૌથી વધારે રન ફટકાર્યા હતા. આ ઉપરાંત તેણે સદીની પણ અડધી સદી 50 સદીનો રેકોર્ડ પણ સર્જયો હતો.

    follow whatsapp