IND vs AUS T20 Match: ભારતીય ટીમ આજે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રમી રહી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની આ ત્રીજી મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફરી ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.
ADVERTISEMENT
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન શું છે?
ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): ટ્રેવિસ હેડ, એરોન હાર્ડી, જોશ ઇંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન), નાથન એલિસ, જેસન બેહરનડોર્ફ, તનવીર સંઘા, કેન રિચર્ડસન
ભારત (પ્લેઈંગ ઈલેવન): યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, તિલક વર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા
ભારત આજે જીતશે તો બનશે વર્લ્ડ રેકોર્ડ
આ સિરીઝ માટે ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડના હાથમાં છે. શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 2 વિકેટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો. આ પછી, બીજી મેચ તિરુવનંતપુરમમાં યોજાઈ, જેમાં 44 રને જીત મેળવીને ભારતીય ટીમે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી.
જો ભારતીય ટીમ આ ત્રીજી મેચ પણ જીતી જશે તો ઓસ્ટ્રેલિયા સામેની આ શ્રેણી 3-0થી કબજે કરી લેશે. આ જીત સાથે ભારતના નામે એક મોટો રેકોર્ડ પણ બની જશે. તે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતનારી ટીમ બની જશે.
આ મામલે પાકિસ્તાનનો રેકોર્ડ તૂટી જશે. પાકિસ્તાને અત્યાર સુધી 226 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી 135 મેચ જીતી છે. ભારતીય ટીમે પણ માત્ર 135 મેચ જીતી છે, પરંતુ તેણે પાકિસ્તાન કરતા 211 મેચ ઓછી રમી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ હાલમાં ટોપ પર છે.
ટી-20માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પર ભારે છે
જો આપણે T20 ઇન્ટરનેશનલ મેચોમાં એકબીજા સામે બંને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં ભારતીય ટીમનો દબદબો દેખાય છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 28 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 17માં જીત મેળવી છે. જ્યારે 10 મેચ હારી હતી અને એક મેચ અનિર્ણિત રહી હતી.
ઘરઆંગણે કાંગારૂ ટીમ સામે ભારતીય ટીમનો રેકોર્ડ પણ મજબૂત રહ્યો છે. ભારતની ધરતી પર બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 12 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 8માં જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 4 મેચ જીતી છે.
T20 ઇન્ટરનેશનલમાં ભારત Vs ઓસ્ટ્રેલિયા
કુલ મેચ: 28
ભારત જીત્યું: 17
ઓસ્ટ્રેલિયા જીત્યું: 10
અનિર્ણિત: 1
ભારતમાં બંને ટીમો વચ્ચે T20 રેકોર્ડ
કુલ મેચ: 12
ભારત જીત્યું: 8
ઓસ્ટ્રેલિયા જીત્યું: 4
ADVERTISEMENT
