IPLની વચ્ચે 5 ખેલાડીઓને મોટો ઝટકો, બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કર્યા બહાર

Gujarat Tak

28 Mar 2024 (अपडेटेड: Mar 28 2024 12:48 PM)

Central Contract 2024-25: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા તાજેતરમાં જ ભારતીય ખેલાડીઓનો આગામી સિઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

 IPL 2024

IPLની વચ્ચે 5 ખેલાડીઓને મોટો ઝટકો

follow google news

Central Contract 2024-25: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા તાજેતરમાં જ ભારતીય ખેલાડીઓનો આગામી સિઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ અલગ-અલગ દેશોના ક્રિકેટ બોર્ડે પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરવાનું શરૂ કર્યું. તાજેતરમાં જ  સાઉથ આફ્રિકાનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સામે આવ્યો હતો. તો હવે આ કડીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ પોતાનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો છે. આ નવા કોન્ટ્રાક્ટમાંથી પાંચ ખેલાડીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે અને ખાસ વાત તો એ છે કે આ પાંચ ખેલાડીઓમાંથી બે IPL ફ્રેન્ચાઈઝીના મોટા ખેલાડીઓ છે.

આ પણ વાંચો

કયા ખેલાડીઓને કરાયા બહાર?

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના તાજેતરના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી જે ખેલાડીઓને બહાર કર્યા છે, તેમાં સૌથી મોટું નામ છે માર્કસ સ્ટોયનિસ. સ્ટૉયનિસ લખનઉ સુપરજાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીનો મોટો હિસ્સો છે. આ સિવાય ડેવિડ વોર્નર જેમણે તાજેતરમાં જ ટેસ્ટ અને વનડેમાંથી સંન્યાસ લઈ લીધો હતો, તેમને પણ આ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું નથી. જોકે, વોર્નર અને સ્ટોયનિસ બંને હજુ પણ T20 વર્લ્ડ કપ 2024માં રમવાના દાવેદાર છે. વોર્નર વર્લ્ડ કપ બાદ ટી20માંથી પણ સન્યાસ લઈ લેશે. આ બે સિવાય એશ્ટન અગર, માર્કસ હેરિસ અને માઈકલ નેસરને પણ ગયા વર્ષના કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને આ વખતે તેમને સ્થાન આપવામાં આવ્યું નથી.

4 નવા ખેલાડીઓની થઈ કોન્ટ્રાક્ટમાં એન્ટ્રી

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ચાર નવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. આમાં એક નામ ઝેવિયર બાર્ટલેટનું છે, જેમણે ઓસ્ટ્રેલિયા માટે માત્ર ત્રણ મેચ રમી છે. આ સિવાય નાથન એલિસ, મેટ શોર્ટ અને એરોન હાર્ડીને કોન્ટ્રાક્ટમાં એન્ટ્રી મળી છે. કેટલાક ખેલાડીઓએ વધુ નિરાશાનો સામનો કરવો પડ્યો છે, જેમાં મેટ રેનશો અને ટિમ ડેવિડ જેવા ખેલાડીઓના નામ છે. ડેવિડ ટી20 સ્પેશિયાલિસ્ટ છે પરંતુ તેમ છતાં તેને 23 ખેલાડીઓની કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું નથી.

    follow whatsapp